Model Code Of Conduct:
- ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે, દેશભરમાં આચારસંહિતા પણ લાગુ થઈ જાય છે, જેમાં ઘણા નિયંત્રણો છે.
- દેશમાં યોજાનારી કોઈપણ ચૂંટણીમાં પક્ષપાત કે કોઈ ધાંધલ ધમાલ ન થાય તે માટે ચૂંટણી પંચે આચારસંહિતાની વ્યવસ્થા તૈયાર કરી છે.
- દરેક રાજકીય પક્ષ અને ઉમેદવારે ચૂંટણીમાં આચારસંહિતાનું પાલન કરવું જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો ચૂંટણી પંચ કાર્યવાહી કરી શકે છે.
- આચારસંહિતા લાગુ થયા બાદ કોઈ સરકારી યોજનાની જાહેરાત થઈ શકશે નહીં કે શિલાન્યાસ થઈ શકશે નહીં.
- કોઈપણ નેતા કે ઉમેદવાર પ્રચાર માટે સરકારી વાહન કે સરકારી બંગલાનો ઉપયોગ કરી શકશે નહીં.
- આચારસંહિતા 1960માં કેરળ વિધાનસભા ચૂંટણીથી શરૂ થઈ હતી, જેમાં તમામ પક્ષો સાથે મળીને નિયમો બનાવવામાં આવ્યા હતા.