Delhi Assembly Elections 2025: ભાજપના ત્રીજા મેનિફેસ્ટોમાં મુખ્ય વચનો, યમુના રિવર ફ્રન્ટથી રોજગાર સુધી
Delhi Assembly Elections 2025 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે (25 જાન્યુઆરી, 2025) દિલ્હી ચૂંટણી માટે ભાજપનો ત્રીજો ઢંઢેરો બહાર પાડ્યો, જેમાં અનેક મહત્વપૂર્ણ વચનોનો ઉલ્લેખ છે. અમિત શાહે યમુના નદીને સાફ કરીને તેને રિવર ફ્રન્ટ તરીકે વિકસાવવાનું વચન આપ્યું છે. આ સાથે, તેમણે અનધિકૃત વસાહતોને માલિકી હકો આપવા, કામદારો માટે જીવન વીમો, યુવાનો માટે રોજગાર અને પરિવહન ક્ષેત્રમાં સુધારા તરફ અનેક જાહેરાતો કરી.
Delhi Assembly Elections 2025 અમિત શાહે કહ્યું કે દિલ્હીમાં ૧૭૦૦ અનધિકૃત વસાહતોને માલિકી હકો આપવામાં આવશે અને છ મહિનામાં સીલબંધ ૧૩૦૦૦ દુકાનો ફરીથી ખોલવામાં આવશે. શરણાર્થી વસાહતોમાં ભાડાપટ્ટે લીધેલી જમીન પર માલિકી હકો આપવાનું પણ વચન આપવામાં આવ્યું છે.
યમુના રિવરફ્રન્ટ યોજના અંગે અમિત શાહે કહ્યું, “અમે ત્રણ વર્ષમાં યમુનાને સાફ કરીશું અને સાબરમતી રિવરફ્રન્ટની જેમ યમુના રિવરફ્રન્ટનું નિર્માણ કરીશું.” આ સાથે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કરતા કહ્યું કે કેજરીવાલે સાત વર્ષમાં યમુનાને સાફ કરવાનું વચન આપ્યું હતું, અને હવે તેમણે ત્રણ વર્ષ પછી તેમને યમુનામાં ડૂબકી લગાવવા માટે આમંત્રણ આપ્યું છે.
दिल्ली के श्रमिकों के कल्याण के लिए भाजपा का संकल्प…
पंजीकृत श्रमिकों को ₹3 लाख तक का ऋण और ₹10 लाख तक का जीवन बीमा।#BJPKeSankalp pic.twitter.com/Xph7uAqwaX
— BJP (@BJP4India) January 25, 2025
ભાજપે કાપડ કામદારો અને મજૂરો માટે 10 લાખ રૂપિયાનો જીવન વીમો અને 5 લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત ૫૦ હજાર યુવાનોને રોજગારી પૂરી પાડવાની અને ૧૩૦૦૦ બસોને ઈ-બસોમાં રૂપાંતરિત કરવાની યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે. 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરીને દિલ્હીમાં જાહેર પરિવહન ક્ષેત્રને સુધારવાનું વચન પણ આપવામાં આવ્યું છે.