UPSC સિવિલ સેવા પરીક્ષા 2024નું પરિણામ જાહેર, શક્તિ દુબે બન્યા ટોપર
UPSC: સંઘ લોક સેવા આયોગ (UPSC) દ્વારા સિવિલ સેવા પરીક્ષા 2024નું ફાઇનલ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે શક્તિ દુબેએ ટોચનું સ્થાન મેળવ્યું છે અને તેઓ ઓલ ઈન્ડિયા રેન્ક 1 સાથે ટોપર બન્યા છે. ઉમેદવારોએ પોતાનું પરિણામ UPSCની ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જોઈ શકે છે.
લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધાર પર પસંદગી
આ પરિણામ લેખિત પરીક્ષા અને પર્સનાલિટી ટેસ્ટ (ઇન્ટરવ્યૂ)ના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. ઇન્ટરવ્યૂ જાન્યુઆરીથી એપ્રિલ 2025 વચ્ચે યોજાયા હતા. આયોગે પરિણામ શોર્ટલિસ્ટ ફોર્મેટમાં જાહેર કર્યું છે જેમાં પસંદ થયેલા ઉમેદવારોના નામ અને રોલ નંબરનો સમાવેશ છે.
1009 ઉમેદવારો સફળ થયા
આ વર્ષે કુલ 1009 ઉમેદવારોને સફળ જાહેર કરવામાં આવ્યા છે. કેટેગરી પ્રમાણે આ રીતે વિભાજન કરવામાં આવ્યું છે:
જનરલ કેટેગરી – 335
EWS – 109
OBC – 318
SC – 160
ST – 87
સાથે સાથે, UPSCએ 230 ઉમેદવારોની રિઝર્વ લિસ્ટ પણ જાહેર કરી છે.
ટોપ 10 સફળ ઉમેદવારોની યાદી
શક્તિ દુબે
હર્ષિતા ગોયલ
ડોંગરે આર્ચિત પરાગ
શાહ માર્ગી ચિરાગ
આકાશ ગર્ગ
કોમલ પુનિયા
આયુષી બન્સલ
રાજ કૃષ્ણ ઝા
આદિત્ય વિક્રમ અગ્રવાલ
મયંક ત્રિપાઠી
આ સફળ ઉમેદવારોને હવે IAS, IFS, IPS અને અન્ય કેન્દ્રિય સેવાઓમાં નિમણૂક આપવામાં આવશે.