NEET PG 2025: સંભવિત પરીક્ષા તારીખ જાહેર, નોંધણી અને અન્ય વિગતો જાણો
NEET PG 2025:મેડિકલ ગ્રેજ્યુએટ્સ માટે NEET PG 2025 પરીક્ષા અંગે મહત્ત્વપૂર્ણ માહિતી બહાર આવી છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સીસ (NBEMS) અનુસાર, પરીક્ષા 15 જૂન 2025ના રોજ યોજાય તેવી શક્યતા છે. આ વર્ષે, આ પરીક્ષા દ્વારા લગભગ 52,000 મેડિકલ PG સીટો માટે પ્રવેશ આપવામાં આવશે. સાથે જ ઇન્ટર્નશિપ પૂર્ણ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2025 રાખવામાં આવી છે.
નોંધણી ક્યારે શરૂ થશે?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, NEET PG 2025 માટે નોંધણી એપ્રિલ 2025ના ત્રીજા સપ્તાહ માં શરૂ થઈ શકે છે. ઉમેદવારોને અરજી કરવા માટે મે 2025ના ત્રીજા સપ્તાહ સુધીનો સમય મળશે. જોકે NBEMS દ્વારા વિગતવાર નોટિફિકેશન જલદી જારી કરવામાં આવશે.
નોંધણી કેવી રીતે કરવી?
1. અધિકૃત વેબસાઇટ ખોલો: https://natboard.edu.in
2. હોમપેજ પર NEET PG 2025 ટૅબ પર ક્લિક કરો.
3. રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરીને તમારી વિગતો દાખલ કરો.
4. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
5. અરજી ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.
પરીક્ષાની મુખ્ય માહિતી
-પરીક્ષા તારીખ: 15 જૂન 2025 (સંભવિત)
– ઇન્ટર્નશિપ પૂર્ણ કરવાની તારીખ: 31 જુલાઈ 2025
– પરીક્ષાનું સ્વરૂપ: કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)
– પરીક્ષા કેન્દ્રો: દેશભરના વિવિધ કેન્દ્રો પર આયોજન
અગાઉની પરીક્ષા વિશે
NEET PG પરીક્ષા 2024 11 ઓગસ્ટના રોજ યોજાઈ હતી. આ પરીક્ષા સમગ્ર દેશમાં 185 કેન્દ્રો પર બે પાળીમાં લેવામાં આવી હતી. પરીક્ષા અગાઉ 23મી જૂનના રોજ યોજાવાની હતી, પરંતુ તેને મોકૂફ રાખવામાં આવી હતી અને 22મી જૂનની નવી તારીખ આપવામાં આવી હતી.
ઉમેદવારો માટે સુંચનો
– પરીક્ષાના સિલેબસનું સંપૂર્ણ અધ્યયન કરો.
– અગાઉના વર્ષોના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરો.
– સમય વ્યવસ્થાપન માટે નિયમિત મૉક ટેસ્ટ આપો.
NEET PG 2025 પરીક્ષામાં સફળતા માટે યોગ્ય તૈયારી અને અસરકારક આયોજન મહત્વપૂર્ણ છે. રસ ધરાવતા ઉમેદવારો માટે અધિકૃત નોટિફિકેશન પર નજર રાખવી મહત્વપૂર્ણ છે.