IPPB Recruitment 2024 : ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં નવી નોકરીઓ, મહિને પગાર 2.25 લાખ રૂપિયા સુધી
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં 60થી વધુ વિશેષજ્ઞ અધિકારીની જગ્યાઓ, મહિના માટે 2.25 લાખ રૂપિયા સુધીનો પગાર
10 જાન્યુઆરી 2025 સુધી અરજી કરી શકાય છે; વિવિધ IT અને સાયબર સિક્યોરિટી પદોની ખાલી જગ્યાઓ ઉપલબ્ધ
IPPB Recruitment 2024 : ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં વિશેષજ્ઞ અધિકારીની 60 થી વધુ જગ્યાઓ માટે ભરતી છે, જેના માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. રસ ધરાવતા ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને 10 જાન્યુઆરી, 2025 પહેલા અરજી કરી શકે છે. પસંદગી પામેલા ઉમેદવારોને મહત્તમ 2.25 લાખ રૂપિયાનો પગાર મળશે.
India Post Payments Bank Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) એ તાજેતરમાં નવી ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીઓ વિશેષજ્ઞ અધિકારી (SO) ની જગ્યાઓ પર કરવામાં આવશે. આ પદો પર પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 1.4 લાખથી રૂ. 2.25 લાખ સુધીનો પગાર મળશે. આ ભરતી અભિયાન હેઠળ કુલ 68 જગ્યાઓ ભરવામાં આવશે. આ માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2025 છે. લાયક અને રુચિ ધરાવતા ઉમેદવારો ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની સત્તાવાર વેબસાઈટ http://www.ippbonline.com દ્વારા તેમની અરજીઓ સબમિટ કરી શકે છે.
IPPB Recruitment 2024: ખાલી જગ્યાની વિગતો
આસિસ્ટન્ટ મેનેજર (IT) – 54 જગ્યાઓ
સાયબર સિક્યોરિટી એક્સપર્ટ- 7 પોસ્ટ્સ
મેનેજર આઇટી પેમેન્ટ સિસ્ટમ – 1 પોસ્ટ
મેનેજર આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નેટવર્ક અને ક્લાઉડ – 2 જગ્યાઓ
મેનેજર આઇટી એન્ટરપ્રાઇઝ ડેટા વેરહાઉસ- 1 પોસ્ટ
સિનિયર મેનેજર આઇટી પેમેન્ટ સિસ્ટમ – 1 પોસ્ટ
સિનિયર મેનેજર આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નેટવર્ક અને ક્લાઉડ- 1 પોસ્ટ
સિનિયર મેનેજર, આઈડી વેન્ડર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ પ્રોક્યોરમેન્ટ, SLA, સિસ્ટમ – 1 પોસ્ટ
IPPB Recruitment 2024 Apply Direct Link
IPPB Recruitment 2024 : પાત્રતા માપદંડ અને લાયકાત
દરેક પોસ્ટ માટે અલગ અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, આસિસ્ટન્ટ મેનેજર (IT)ના પદ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે IT ક્ષેત્રમાં ઓછામાં ઓછા એક વર્ષનો અનુભવ સાથે કમ્પ્યુટર સાયન્સમાં BE/B.Tech ડિગ્રી હોવી જોઈએ. રસ ધરાવતા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા માપદંડોની સંપૂર્ણ સમીક્ષા કરે.
IPPB Recruitment 2024 Official Notification
IPPB Recruitment 2024 : વય મર્યાદા શું છે?
આસિસ્ટન્ટ મેનેજર – 20 થી 30 વર્ષ
મેનેજર- 23 થી 35 વર્ષ
વરિષ્ઠ મેનેજર – 26 થી 35 વર્ષ
સાયબર સિક્યોરિટી એક્સપર્ટ – વધુમાં વધુ 50 વર્ષ
IPPB Recruitment 2024 : અરજી ફી શું છે?
ઉમેદવારોએ તેમની શ્રેણીના આધારે અરજી ફી ચૂકવવાની રહેશે.
સામાન્ય શ્રેણી – રૂ. 750
SC/ST/PWD કેટેગરી – રૂ. 150
IPPB Recruitment 2024 : પગાર કેટલો હશે?
સ્કેલ 3 ઓફિસર – 2,25,937 રૂપિયા પ્રતિ માસ
સ્કેલ 2 અધિકારી – 1,77,146 રૂપિયા પ્રતિ માસ
સ્કેલ 1 અધિકારી – 1,40,398 રૂપિયા પ્રતિ માસ
વધુ માહિતી માટે, ઉમેદવારો ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની સત્તાવાર વેબસાઈટ http://www.ippbonline.com પર જઈ શકે છે.