GAIL Recruitment 2024: GAIL India Limited એ નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે અરજીઓ આમંત્રિત કરી.
જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે! GAIL (India) Limited એ વિવિધ નોન એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી હતી. જેના માટે હવે અરજી કરવાની છેલ્લી તારીખ ખૂબ નજીક છે. તમે ફક્ત 07 સપ્ટેમ્બર 2024 સુધી જ ઓનલાઈન અરજી કરી શકો છો, એટલે કે તમારી પાસે માત્ર 2 દિવસ બાકી છે!
આ ભરતી અભિયાન દ્વારા કુલ 391 જગ્યાઓ ભરવામાં આવશે. આ બિન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ છે જે અરજી કરનાર ઉમેદવારોએ ITI, ડિપ્લોમા, B.Sc, M.Com સાથે 10+2/મેટ્રિક પાસ કરેલ હોવા જોઈએ. અરજદારો પાસે જરૂરી અનુભવ હોવો આવશ્યક છે.
આ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર પોસ્ટ અનુસાર અલગ રીતે નક્કી કરવામાં આવી છે. અરજદારોની મહત્તમ વય મર્યાદા 26 થી 45 વર્ષ નક્કી કરવામાં આવી છે.
અરજી કરનાર ઉમેદવારોને 24 હજાર 500 રૂપિયાથી લઈને 1 લાખ 38 હજાર રૂપિયા પ્રતિ માસ સુધીનો પગાર આપવામાં આવશે.
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. અરજીની ફી 50 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ પોસ્ટ્સ પરના ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, ટ્રેડ ટેસ્ટ અથવા કોમ્પ્યુટર પ્રાવીણ્યના આધારે કરવામાં આવશે. ઉમેદવારો આ ભરતી માટે અધિકૃત સાઇટ gailonline.com પર જઈને અરજી કરી શકે છે.