સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE દ્વારા સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ 2023 માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અધિકૃત વેબસાઇટ પર અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ બોર્ડની અધિકૃત વેબસાઇટ cbse.gov.in પર સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશિપ X 2023 અને સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશિપ X 2022 (રિન્યુઅલ 2023) માટે અરજી કરી શકે છે.
આ માટેની અરજી પ્રક્રિયા 18મી સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને 18મી ઓક્ટોબરે સમાપ્ત થશે. CBSE મેરીટ સ્કોલરશીપ સ્કીમનું સંચાલન કરે છે જેથી મેરીટિયસ સિંગલ ગર્લ સ્ટુડન્ટ્સને સ્કોલરશીપ આપવામાં આવે અને છોકરીઓમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વાલીઓ અને હોશિયાર વિદ્યાર્થીઓના પ્રયત્નોને પ્રોત્સાહિત કરે. શિષ્યવૃત્તિનો દર મહિને 500 રૂપિયા હશે.
CBSE સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ 2023 માટે પાત્રતા માપદંડ
આવી છોકરીઓ તેમના માતા-પિતાની એકમાત્ર સંતાન હોવી જોઈએ અને તેમણે CBSE ધોરણ 10 ની પરીક્ષા 60 ટકા કે તેથી વધુ માર્ક્સ સાથે પાસ કરેલી હોવી જોઈએ અને ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી હોવી જોઈએ અને જેમની ટ્યુશન ફી દર મહિને રૂ. 1,500થી વધુ ન હોવી જોઈએ.
કેવી રીતે અરજી કરવી
સૌથી પહેલા CBSEની ઓફિશિયલ વેબસાઈટ cbse.gov.in પર જાઓ.
આ પછી ‘મુખ્ય વેબસાઇટ’ લિંક પર જાઓ અને એપ્લિકેશન લિંક પર ક્લિક કરો
આ પછી, અરજી ફોર્મ ભરો અને અરજી ફોર્મ પૂર્ણ કરો
પછી નોંધણી ફી ચૂકવો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
આ પછી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને વધુ સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ લો.