CBSE School Affiliation Criteria: CBSE સ્કૂલ માટે બોર્ડ માન્યતા કેવી રીતે મેળવવી? દરેક શહેર મુજબ સંપૂર્ણ માર્ગદર્શિકા જુઓ
CBSE School Affiliation Criteria : ભારતના સૌથી વિશ્વસનીય શૈક્ષણિક બોર્ડ તરીકે ઓળખાતા CBSE (Central Board of Secondary Education) સાથે સંલગ્ન થવા માટે દેશની અનેક ખાનગી અને સરકારી શાળાઓ સક્રિય છે. વર્ષ 2024 સુધીમાં દેશભરમાં 28,000 થી વધુ શાળાઓ CBSE બોર્ડ સાથે જોડાઈ ચૂકી છે. પરંતુ દરેક શાળાએ આ માન્યતા મેળવવા માટે કેટલીક ચોક્કસ શરતો અને દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે, જે શહેર પ્રમાણે થોડી અલગ હોઈ શકે છે.
શાળાને CBSE સાથે કેવી રીતે જોડાય?
CBSE માન્યતા મેળવવા માટે શાળાએ “CBSE એફિલિએશન બાય-લો, 2018” અને તેના અનુસંધાનમાં આવેલા સુધારાઓનું પાલન કરવું જરૂરી છે. સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે અને SARAS પોર્ટલ દ્વારા હાથ ધરાય છે.
સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન:
1. પાત્રતા માપદંડ
શાળાની સંચાલક સંસ્થા રજિસ્ટર્ડ ટ્રસ્ટ, સોસાયટી કે કંપની હોવી જોઈએ.
શિક્ષકોની લાયકાત, માળખાગત સુવિધાઓ અને સંચાલન યોગ્ય હોવું જોઈએ.
2. અરજી પ્રક્રિયા
SARAS પોર્ટલ (saras.cbse.gov.in) પર ઓનલાઇન અરજી કરો.
જોડાણ માટે ચારમાંથી એક પ્રકાર પસંદ કરો:
નવી શાળા માટે જોડાણ
માધ્યમિક/ઉચ્ચ માધ્યમિક સ્તરે અપગ્રેડેશન
રાજ્ય બોર્ડમાંથી CBSE માં પરિવર્તન (Switch-over)
હાલના જોડાણનું નવીકરણ
3. જરૂરી દસ્તાવેજો
NOC (No Objection Certificate): રાજ્ય સરકાર તરફથી
માન્યતા પ્રમાણપત્ર: રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા
જમીનના દસ્તાવેજો: માલિકી અથવા ઓછામાં ઓછા 15 વર્ષની લીઝ
સલામતી પ્રમાણપત્રો: અગ્નિ સુરક્ષા, આરોગ્ય અને બિલ્ડિંગ સુરક્ષા
શિક્ષક અને સ્ટાફ વિગતો: લાયકાત અને નિમણૂક પત્ર સાથે
4. નિરીક્ષણ પ્રક્રિયા
શાળાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, દસ્તાવેજો અને સુવિધાઓની ચકાસણી માટે નિરીક્ષણ સમિતિ મોકલાય છે.
જરૂર પડ્યે વર્ચ્યુઅલ ઈન્સ્પેક્શન પણ થાય છે.
5. મંજૂરી મળ્યા બાદ
જો તમામ શરતો પૂર્ણ થાય તો CBSE ‘લેટર ઓફ ઈન્ટેન્ટ’ આપે છે અને શાળાને 5 વર્ષની માન્યતા મળે છે.
મહત્વપૂર્ણ નિયમો અને માપદંડ
જમીન સંબંધિત શરતો
મેટ્રો શહેરોમાં: 1600 ચો.મી.
અન્ય શહેરોમાં: ધોરણ 10 સુધી 2000 ચો.મી. અને ધોરણ 12 સુધી 3000 ચો.મી.
ગ્રામીણ વિસ્તારમાં: ઓછામાં ઓછો 2 એકર
માળખાગત જરૂરિયાતો
પ્રયોગશાળાઓ, પુસ્તકાલયો, રમતોની જગ્યા ફરજિયાત
વર્ગકક્ષાની મર્યાદા: એક કક્ષામાં 40 વિદ્યાર્થીઓથી વધુ ન હોવા જોઈએ
શિક્ષક સંદર્ભે નિયમો
TET/CTET પાસ અને B.Ed. ફરજિયાત
શાળાના આચાર્યે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ ધરાવવો જોઈએ
અભ્યાસક્રમ
NCERT દ્વારા નિર્ધારિત અભ્યાસક્રમનું પાલન ફરજિયાત છે
ફી માપદંડ
ધોરણ પ્રમાણે ફી રૂ. 50,000 થી શરૂ થઈને રૂ. 2,00,000 સુધી જાય છે
ખાસ નોંધ:
2025ના સુધારાના મુજબ, જો રાજ્ય સરકાર 30 દિવસમાં NOC ન આપે, તો તે આપમેળે મંજૂર ગણાય છે.
નિરીક્ષણ દરમિયાન ખામી જણાય તો સુધારવા માટે સમય આપવામાં આવે છે.
જોડાણના પાંચ વર્ષ બાદ તેનું અપગ્રેડેશન ફરજિયાત છે.
શાળાએ શું ધ્યાન રાખવું જોઈએ?
તમામ દસ્તાવેજો સજ્જ રાખવા
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષક સ્ટાફની પાત્રતા સંપૂર્ણ હોવી જોઈએ
જરૂર પડે તો નિષ્ણાતની મદદ લેવી
CBSE જોડાણ માત્ર પ્રમાણપત્ર નથી, પણ ગુણવત્તાસભર શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા છે.