મહારાષ્ટ્રમાં 24મી જાન્યુઆરીએ સોમવારથી ફરીથી શાળાઓ ખુલી જશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શાળા ખુલવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડીએ આ જાણકારી આપી હતી. તેમણે ટાસ્ક ફોર્સ અને વાલી શિક્ષક સંઘ સાથે બેઠક કરી હતી અને સૌ શાળા શરૂ કરવા માટે સહમત થયા હતા.મહારાષ્ટ્રમાં સોમવારથી ફરી એક વખત શાળાઓ શરૂ થવા જઈ રહી છે. શાળાઓ ખુલશે એટલે તમામ એસઓપીનું પાલન કરવામાં આવશે સાથે સાથે બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવશે. માતા અને પિતા તેમજ દરેક વાલીઓની સહમતિ લેવામાં આવશે. સોમવારથી એટલે કે 24મી જાન્યુઆરીથી પ્રી પ્રાઈમરી અને પહેલી તારીખથી 12મા ધોરણ સુધીની તમામ શાળાઓ શરૂ થઈ જશે.
સ્થાનિક પ્રશાસન દ્વારા પોતપોતાના ક્ષેત્રમાં કેસની સંખ્યાના આધાર પર નિર્ણય લેવામાં આવશે. જો સ્થાનિક ક્ષેત્રના કેસ ઓછા હશે અને એસઓપીનું પાલન થઈ શકે એમ હોય તો શાળાઓ શરૂ થવી જોઈએ. શાળા ખોલવાનો અંતિમ નિર્ણય સ્થાનિક પ્રશાસન પર હશે પરંતુ મહારાષ્ટ્રમાં 24મી જાન્યુઆરીથી શાળા શરૂ થશે.