જાન્યુઆરી તા.30 : WWE ની રેસરલમેનિયા પછી ની સહુથી અગ્રીમ ગણાતી ચેમ્પિયનશીપ રોયલ રમ્બલ ના વિજેતા રેન્ડી ઓરડોન રહ્યા હતા.જયારે જ્હોન સીન ફરી વખત વર્લ્ડ ચેમ્પિયન નો ખિતાબ મેળવવા માં સફળ રહ્યા છે.WWE માં આ ચેમ્પિયનશીપ ને નાનું રેસરલમેનિયા તરીકે ઓળખવામાં આવે છે.રોયલ રુમબલ માં 30 સહભાગીઓ એ ભાગ લીધો હતો જેમાં રેન્ડી ઓરડોન રિંગ માં છેલ્લા સુધી લડત આપી ને વિજેતા રહેવામાં સફળ રહ્યા હતા.જયારે 30 જેટલી રમ્બલ ના વિજેતા રહી ચૂકેલા એવા રોમન ને આ વખત ની અલદત ફાડી નોહતી.
આ ચેમ્પિયનશીપ માં ટોચ ના ફાઈટર એવા ગોલ્ડ બર્ગ,અંડરટેકર અને બ્રોક લેસનર પણ હતા પરંતુ તેમને આ લડી માં માત આપી ને રેન્ડી ઓરડોન 2017 રોયલ રમ્બલ ના વિજેતા રહેવામાં સફળ રહ્યા હતા.આ ફાઇટ દરમિયાન લેસનર ને ગોલ્ડ બર્ગ દ્વારા માત મળી હતી.તેમજ અંડરટેકર ને રોમન દ્વારા માત મળી હતી.
જયારે જો બીજી તરફ એક યાદગાર ફાઇટ ની તરફ નજર કહેવામાં આવે તો જોન શીના આજે વર્લ્ડ ચેમ્પિયનશીપ નો ખિતાબ મેળવવા માં સફળ રહ્યા છે.આશ્ચ્રર્યજનક રૂપે આ 16 મી વખત વર્લ્ડ ચેમ્પિયનશીપ નો ખિતાબ જોન શીના ના હસ્તક માં આવ્યો છે.જ્હોન પેહલા આ ખિતાબ રિક ફ્લેર ના નામે હતો.