આંતરરાષ્ટ્રીય ભારતીય મહિલા રેસલર બબીતા ફોગાટ સોમવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સામેલ થઇ હતી. બબીતાની સાથે જ તેના પિતા અને કોચ મહાવીર ફોગાટ પણ ભાજપમાં સામેલ થયા હતા. બબીતા અને મહાવીર ફોગાટને કેન્દ્રિય રમત મંત્રી કિરણ રિજિજૂએ દિલ્હીના હરિયાણા ભવનમાં ભાજપનું સભ્યપદ અપાવ્યું હતું.
મહાવીર ફોગાટ હરિણાયાના દાદરીના ગામ બલાલીમા રહે છે. ભાજપમાં જોડાતા પહેલા મગાવીર ફોગાટે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી પણ જોઇન કરી હતી અને જેજેપીએ તેમને રમત વિંગ પ્રધાન પણ બનાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કામ કર્યું છે તેનાથી પ્રભાવિત થઇને તેઓ ભાજપમાં સામેલ થયા છે. તેમણે કહ્યું હતું કે પુલવામાં એટેકનો બદલો લેવાની સાથે જ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનું જે પગલું ભરાયું તેના પછી દેશના મોટાભાગના લોકો ભાજપમાં સામેલ થવા માગે છે.