જો તમે 40 વર્ષની ઉંમરથી પેન્શન (Pension) લેવા માંગો છો, તો આ પોલિસી તમારા કામની છે. એલઆઈસી એક નવી સ્કીમ (Lic Scheme) લઈને આવી છે. તેના હેઠળ તમારે માત્ર એક જ વાર રોકાણ કરવું પડશે. તેના પછી તમને પેન્શન મળવાનું શરૂ થાય છે. આ ખાસ સ્કીમનું નામ છે એલઆઈસી સરલ પેન્શન યોજના (Saral Pension Yojna). આજે અમે તમને આ સ્કીમ વિશે વિગતવાર જણાવીશું.
ઉપરાંત અમે તમને તેમાં રોકાણ કેવી રીતે કરવું તે વિશે પણ જણાવીશું.સૌ પ્રથમ સ્કીમ વિશે જાણીએLICની આ સ્કીમ લેવા માટે તમારે એક વાર પ્રીમિયમ ચૂકવવું પડશે. તેના પછી તમને જીવનભર પેન્શન મળતું રહેશે. જો પોલિસીધારક મૃત્યુ પામે છે, તો રોકાણની રકમ તેના/તેણીના નોમિનીને પરત કરવામાં આવે છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે તે જીવનભર એક જ જેવું રિટર્ન મળતુ રહે છે. આ સ્કીમમાં રોકાણ કરવા માટેની ન્યૂનતમ વય 40 વર્ષ અને મહત્તમ વય 80 વર્ષ છે.
વ્યક્તિ આ સ્કીમ એકલા ખરીદી શકે છે અથવા પતિ-પત્ની સાથે મળીને પણ આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. પોલિસીધારકો 6 મહિના પછી કોઈપણ સમયે આ પોલિસી સરેન્ડર કરી શકે છે.આવી રીતે મળે છે પેન્શનએલઆઈસી સરલ પેન્શન યોજનામાં પેન્શન લેવા માટે ચાર ઓપ્શન હોય છે. ગ્રાહકો મંથલી, ક્વાર્ટરલી, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક પેન્શન લઈ શકે છે. જેમાં મંથલી પેન્શન ન્યૂનતમ 1000 રૂપિયા, ક્વાર્ટરલી પેન્શન ન્યૂનતમ રૂપિયા 3,000, અર્ધવાર્ષિક પેન્શન ન્યૂનતમ રૂપિયા 6,000 અને વાર્ષિક પેન્શન ન્યૂનતમ 12,000 રૂપિયા હશે.
આ યોજનામાં મહત્તમ પેન્શનની રકમ પર કોઈ મર્યાદા નથી. ઉદાહરણ તરીકે જો તમે 42 વર્ષની ઉંમરે રોકાણ કરો છો અને તમે 20 લાખ રૂપિયાની એન્યૂટી ખરીદો છો, તો તમને 12,388 રૂપિયાનું માસિક પેન્શન મળશે.
6 મહિના પછી લોનની સુવિધાઆ યોજનામાં લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. ગ્રાહક સ્કીમ ખરીદ્યાના છ મહિના પછી લોન માટે અરજી કરી શકે છે. આ સિવાય જો તમને કોઈ રોગની સારવાર માટે રૂપિયાની જરૂર હોય તો તમે પોલિસીમાં જમા રૂપિયા ઉપાડી શકો છો. પોલિસી સરેન્ડર કરવા પર ગ્રાહકને બેઝ પ્રાઇસના 95 ટકા ભાગ પાછો મળે છે.