KFCમાં ચિકન ખાનારાઓ માટે એક હેરાન કરનારી ખબર છે. એક કસ્ટમરે ઓર્ડર કરેલા કેએફસીમાં ઓર્ડર કરાયેલા ચિકનમાંથી માણસનું મગજ મળી આવ્યું હતું. સારા પાલમેર નામની મહિલાએ પોતાના ડિનરનો એક ફોટો પોસ્ટ કર્યો હતો અને દાવો કર્યો છે કે, કેએફસીએ તેને ડિનરમાં માણસનું મગજ આપ્યું હતું, જોકે, કેએફસીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ કિડની છે, મગજ નહી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 26 વર્ષની સારા અને તેના મિત્રોએ સિડનીમાં કેએફસીમાંથી જમવાનું ઓર્ડર કર્યું હતું. પરંતુ જ્યારે તેમણે બોક્સ ખોલ્યું તો તેમને ચિકનમાં મગજ જેવું કંઇ મળી આવ્યું હતું. ત્યારબાદ સારાએ ફેસબુક પર લખ્યું કે, હેલો કેએફસી, હું તમારા ચિકનની ફેન છું, પરંતુ આજે જ્યારે મેં ચિકન ઓર્ડર કર્યું હતું તેમાં મને બ્રેન જેવો કંઇક પદાર્થ મળી આવ્યું હતું જે અત્યંત ભયાનક હતું. સારાએ લખ્યું કે, તમે વિચારી શકો છો કે, જો કોઇના ડિનરમાં બ્રેન નીકળી આવે તો તેની સ્થિતિ શું થશે. આનાથી મને કોઇ નુકસાન તો નહી થાય પરંતુ કેએફસીની સાથે મારા સંબંધો પર આની જરૂર અસર પડશે.
સારાના આ ફેસબુક પોસ્ટના જવાબમાં કેએફસીની કસ્ટમર સર્વિસે લખ્યું હતું કે, હાય સારા, મેસેજ કરવા માટે આભાર. તમને જે ટુકડો પ્રાપ્ત થયો છે તે બ્રેન નહીં પરંતુ કિડની છે. શું તમે અમેને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો અને ઓર્ડર ડિલીવરીનો સમય જણાવી શકો છો.
સારાએ પોતાના ડિનરનો ફોટો શુક્રવારે કેએફસીના ફેસબુક પેજ પર પોસ્ટ કર્યો હતો, ત્યારબાદ તેમની પોસ્ટ વાયરલ થઇ ગઇ હતી. લગભગ 22 હજારથી વધુ લોકોએ આ પોસ્ટ પર કમેન્ટ કરી હતી અને 1 હજાર લોકોએ આને શેર કરી હતી. જોકે મોટા ભાગના લોકોએ જણાવ્યું હતું કે, માણસના મગજનું કદ વધારે હોય છે, આ કિડની હોઇ શકે છે.