ફેંગશુઈ અને વાસ્તુ બંનેમાં જ વિંડ ચાઇમ્સને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. વિંડ ચાઇમ્સમાં પોઝિટિવ એનર્જી હોય છે, જે ઘર-પરિવારમાં લક અને પ્રોગ્રેસ લાવે છે. વિંડ ચાઇમ્સ ઘરમાં હોય કે દુકાન-ઓફિસમાં, જો તેની સાથે જોડાયેલી થોડી ખાસ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો તેના અનેક શુભફળ મળી શકે છે. અહીં જાણો વિંડ ચાઇમ્સ સાથે જોડાયેલી ખાસ વાતો. વિંડ ચાઇમ્સ સામાન્ય રીતે લાકડા, લોખંડ અને વિવિધ ધાતુના બનેલાં હોય છે પરંતુ તમારા માટે કઇ ધાતુનું બનેલું વિંડ ચાઇમ્સ યોગ્ય રહેશે તે વાત તમારે તેને ક્યાં અને કઇ રીતે લટકાવવું છે તેના ઉપર નિર્ભર કરે છે. ઘરની પશ્ચિમ અને ઉત્તર દિશામાં લટકાવવા માટે ધાતુથી બનેલું વિંડ ચાઇમ્સ યોગ્ય રહે છે જ્યારે પૂર્વ અને દક્ષિણ દિશા માટે લાકડા અને માટીનું બનેલું વિંડ ચાઇમ્સ બેસ્ટ રહે છે. જો તમે વિંડ ચાઇમ્સ ઘરની અંદર લટકાવવા માટે લીધું છે તો ધ્યાન રાખો કે, તે ખૂબ જ વધારે મોટું ના હોય. જ્યારે ઘરની બહાર અને મોટાં રૂમમાં લટકાવવા માટે નાની વિંડ ચાઇમ્સ યોગ્ય માનવામાં આવતી નથી. વિંડ ચાઇમ્સનું લક તેની ધાતુ સાથે-સાથે તેના અવાજ ઉપર પણ નિર્ભર કરે છે. આજકાલ અનેક નવી-નવી પ્રકારની ડિઝાઇન અને ધાતુઓના વિંડ ચાઇમ્સ ચલણમાં આવી ગયા છે. જે દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે, પરંતુ તેમાંથી અમુકમાં અવાજ હોતો નથી અથવા કોઇમાં તો કઇંક વધારે જ અવાજ હોય છે.