શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ ના જણાવ્યા અનુસાર શિવ સ્વયં કલ્યાણ કારી છે. શિવ મહાપુરાણ ની વિધ્યેશ્વર સંહિતા માં લિંગ નો અર્થ બતાવ્યો છે. અવ્યક્તવસ્થાપન વસ્તુનાગમ બતાવનાર ચિન્હ નેં લિંગ કહે છે. “ભ” નો અર્થ અભિવૃધ્ધિ અને “ગ” નો અર્થ પ્રાપ્ત થનારી વસ્તુ ભગ અધિષ્ઠાતા ભગવાન શિવ કહેવાય છે. લિંગ નો સામાન્ય અર્થ એક ચિન્હ થાય છે. સંખ્યાદર્શન માં પ્રકૃતિ ને લિંગ કહીં છે. દેવચિન્હ માં લિંગ શબ્દ શિવજી ના લિંગ માટે આવે છે. બીજા દેવી-દેવતાઓ માટે મૂર્તિ શબ્દ છે. જ્યારે શિવ માટે વપરાતો શબ્દ લિંગ એ કોઇ આકાર નથી ચિન્હ છે. ભગવાન શિવ જ બ્રહ્મ રૂપ હોવાને કારણે “નિષ્કલ” (નિરાકાર) કહેવાય છે. રૂપવાન હોવાને કારણે એમને “સકલ” પણ કહ્યા છે. એટલે શિવ ભગવાન “સકલ” અને “નિષ્કલ” બન્ને છે. શિવ નિષ્કલ નિરાકાર હોવાને કારણે એમની પૂજા નું આધારભૂત લિંગ પણ નિરાકાર જ પ્રાપ્ત થયું છે. અર્થાત્ શિવલિંગ શિવ નાં નિરાકાર સ્વરૂપ નું પ્રતિક છે. સકલ અને અકલ (સમસ્ત અંગ- આકાર સહિત સાકાર અને અંગ- આકાર થી સર્વથા રહિત નિરાકાર) રૂપ હોવાથી જ તે “બ્રહ્મ” શબ્દ દ્વારા કહી શકાય તેવા પરમાત્મા છે. આજ કારણ છે. કે બધા લોકો લિંગ (નિરાકાર) અને મૂર્તિ (સાકાર) બન્ને માં સદા શિવ ની પૂજા કરે છે. શિવ થી ભિન્ન જે બીજા દેવી દેવતા છે. તે સાક્ષાત બ્રહ્મ નથી એટલાં માટે જ ક્યાંય પણ એ નિરાકાર લિંગ ઉપલબ્ધ થતું નથી તેથીજ શિવજી ના નિરાકાર સ્વરૂપ શિવલિંગ ની પૂજા જ ખંડિત રૂપ માં થઇ શકે છે. જ્યારે અન્ય દેવી-દેવતા ઓ ની સાકાર મૂર્તિ ખંડિત પૂજન ને યોગ્ય નથી હોતી. અને મૂર્તિ ખંડિત થવા પર તે પ્રતિમા ને પીપળાના વૃક્ષ ના થડ પાસે મુકવામાં આવે છે. અથવા વહેતાં નદી માં પધરાવવામાં આવે છે. શિવ પુરાણ અનુસાર શિવજી નિરાકાર અને સાકર બંન્ને રૂપો માં પૂજનીય છે. શિવલિંગ ની પૂજા કરવા થી માનવી ની બધીજ મનોકામનાઓ પૂર્ણ થાય છે.