દુર્ગાજીનું સાતમું સ્વરૂપ માતા કાળરાત્રિ છે. તેમનો રંગ કાળો હોવાને લીધે તેઓ કાળરાત્રિ તરીકે નામના પામી છે. અસુરોના રાજા રક્તબીજનો વધ કરવા માટે દેવી દુર્ગાએ પોતાના તેજથી માતા કાળરાત્રિને ઉત્પન્ન કર્યા હતા તેમની પૂજા શુભ ફળદાયી હોવાને લીધે તેમને શુભંકારી પણ કહે છે. માન્યતા છે કે માતા કાળરાત્રિની પૂજા કરવાથી મનુષ્ય સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરી લે છે, માતા કાળરાત્રિ પરાશક્તિઓ(કાળા જાદુ)ની સાધના કરતા જાતકોની વચ્ચે ખૂબ જ જાણીતા છે, માતાની ભક્તિથી દુષ્ટોનો નાશ થાય છે અને ગ્રહ બાધાઓ દૂર થઈ જાય છે.
દેવી કાળરાત્રિનું શરીર રાતના અંધારા જેવું કાળું હોય છે તેમના વાળ વિખેરાયેલાં છે અને તેમના ગળામાં વિધુતની માળા છે, તેમના ચાર હાથ છે જેમાં તેમને એક હાથમાં કટાર અને એક હાથમાં લોખંડનો કાટો ધારણ કરેલો છે, તે સિવાય તેમના બે હાથ વરમુદ્રા અને અભય મુદ્રામાં છે, તેમના ત્રણ નેત્ર છે તથા તેમના શ્વાસથી અગ્નિ નિકળતી હોય છે. કાળરાત્રિનું વાહન ગર્દભ (ગધેડુ) છે.
માતાની ઉત્પતિની કથા-
કથા પ્રમાણે દૈત્ય શુભ-નિશુંભ અને રક્તબીજને ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો હતો. તેનાથી ચિંતિત થઈને બધા દેવતાગણો શિવજીની પાસે ગયા, શિવજીએ દેવી પાર્વતીને રાક્ષસોનો વધ કરી પોતાના ભક્તોનું રક્ષણ કરવા કહ્યું. શિવજીની વાત માનીને પાર્વતીજીએ દુર્ગાનું રૂપ ધારણ કર્યું અને શુંભ-નિશુંભનો વધ કર્યો. પરંતુ દુર્ગાજીએ જેવો રક્તબીજને માર્યો તેના શરીરમાંથી નિકળેલા રક્તથી લાખો રક્તબીજ ઉત્પન્ન થઈ ગયા. તેને જોઈને દુર્ગાજીએ પોતાના તેજથી કાળરાત્રિને ઉત્પન્ન કર્યા. ત્યારબાદ દુર્ગાજીએ રક્તબીજને માર્યો તે તેના શરીરથી નિકળતા રક્તને કાળરાત્રિએ પોતાના મુખમાં ભરી દીધું અને બધાનું ગળું કાપતાં-કાપતાં રક્તબીજનો વધ કર્યો.