સનાતન ધર્મની પરંપરામાં શિવની પૂજાનું ઘણું મહત્વ છે. ભોલેનાથ જેની પર મહેરબાન બની જાય છે, તેની મનોકામના પુરી કરી દે છે. ભગવાન શિવના કેટલાક નામ છે. શિવના ભક્ત તેમણએ શંકર, મહાદેવ, ભોલે બાબા વગેરે નામથી બોલાવે છે. ભોલે ભગવાન શંકરનું લોકપ્રિય નામ છે. જેનો ઉદ્દઘોષ અવાર નવાર તેમના ભક્ત પૂજા-અર્ચના દરમિયાન કરે છે. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે શિવપુરાણ અનુસાર ભગવાન શિવની આરાધના કરવાથી અપમૃત્યુ સહિત કુંડલીના તમામ પ્રકારના દોષનું નિવારણ થઇ જાય છે. જીવન સાથે જોડાયેલી તમામ ઇચ્છાને પુરી કરવાની શક્તિ શિવલિંગના અભિષેકમાં છે. શિવલિંગનું પૂજન-અભિષએક કરવાથી તમામ દેવી-દેવતાઓના અભિષેક ફળની પ્રાપ્તી થઇ જાય છે. શ્રીલિંગ પુરાણ અનુસાર શિવલિંગના મૂળમાં બ્રમ્હા, મધ્યમાં ત્રણ લોકોના ઇશ્વર શ્રી વિષ્ણુ તથા ઉપરના ભાગમાં પ્રણવ સંજ્ઞક મહાદેવ રૂદ્ર સદાશિવ બિરાજમાન રહે છે. જ્યારે લિંગની વેદી મહાદેવી અમ્બિકા છે. આ કારણ છે કે શિવલિંગની પૂજા કરનારા સાધકને શિવ અને શક્તિ બન્નેનો આશીર્વાદ મળી જાય છે.
ભગવાન શિવની પૂજા ઘણી સરળ છે. ભગવાન શિવ એવા દેવતા છે, જે માત્ર એક લોટા ગંગા જળ અથવા શુદ્ધ જળ અર્પિત કરવાથી માત્ર પ્રસન્ન થઇ જાય છે.જોકે, શિવલિંગ પર કેટલીક એવી વસ્તુ પણ છે જે મનોકામનાના હિસાબથી અભિષેક કરવામાં આવે છે. જો કોઇના લગ્નમાં તકલીફ પડતી હોય તો તેને દૂર કરવા માટે શેરડીના રસથી શિવનો અભિષેક કરવો જોઇએ. આ રીતે જીવન સાથે જોડાયેલા તમામ પ્રકારના દેવામાંથી મુક્તિ મેળવવા માટે મધથી શિવલિંગનો અભિષેક કરવો જોઇએ. આ અભિષેકથી સાધકના માથા પરથી તમામ પ્રકારનું દેવુ ઉતરી જાય છે અને તમામ પાપમાંથી મુક્તિ મળે છે. શિવલિંગ ઉપર કાચા દૂધથી અભિષક કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને સંતાન સુખ મળે છે. ગાયના ઘીથી અભિષેક કરવા પર શિવના આશીર્વાદથી ધનમાં વૃદ્ધિ અને નિરોગી આયુષ્ય રહે છે, તો સરસવના તેલથી અભિષેક કરવાથી શત્રુઓનો નાશ થાય છે ત્યારે દહિ ચઢાવવાથી મન શાંત રહે છે અને પોતાનું ઘર કે મકાન પ્રાપ્તિના યોગ બને છે. દ્રાક્ષનો રસ થી અભિષેક કરવાથી દરિદ્રતા નો નાશ થાય છે. બિલીપત્ર અર્પણ કરવાથી ધન આરોગ્ય ની પ્રાપ્તિ થાય છે.