ગાંધીનગર – સમગ્ર વિશ્વમાંથી કોરોના સંક્રમણ ક્યારે ખતમ થશે તેવા પ્રશ્નો સૌ કોઇ પૂછી રહ્યાં છે ત્યારે વૈજ્ઞાનિકો પાસે જવાબ નથી. ડોક્ટરો કહે છે હજી લાંબી મજલ કાપવાની છે. રાજકીય નેતાઓ જે કહે છે તે હવામાન વિભાગની આગાહી જેવું છે. મહામારીના નિષ્ણાંતોના મતે હજી છ મહિના સુધી રાહ જોવી પડશે. કોઇની પાસે સ્પષ્ટતા નથી કે ક્યારે ખતમ થશે.
આ સંજોગોમાં દેશના કેટલાક જ્યોતિષિઓ કહે છે કે કોરોના મહામારીનો ઝડપથી અંત આવશે. તેઓ દલીલ સાથે કહે છે કે શનિ જ્યંતિના દિવસે ચાર ગ્રહ એક જ રાશિમાં રહ્યાં છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આવા સંયોગમાં શનિ જ્યંતિ પછી કોરોના મહામારીની ગતિ ઓછી થશે. ગુજરાતના ખગોળ જ્યોતિષ જયપ્રકાશ માઢક કહે છે કે ગ્રહોની દશા જોતાં 15મી જૂન પછી કોરોના મહામારી ઓછી થશે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળશે, જ્યારે સૂર્યગ્રહણ પછી કોરોનાના પોઝિટીવ કેસોની સંખ્યા બંધ નહીં થાય પરંતુ ઓછી થશે.
કાશી વિદ્વત પરિષદના સંગઠન મંત્રી પંડિત દિપક માલવી કહે છે કે 22મી મે એ પૂર્ણ થયેલી શનિ જ્યંતિ પછી હવે કેસોની સંખ્યા ઘટતી જશે. કોઇપણ રોગ કે સંક્રમણની અવધિ એક ગ્રહણકાળ થી બીજા ગ્રહણકાળ સુધી રહેતી હોય છે. 26મી ડિસેમ્બરે થયેલા સૂર્યગ્રહણથી કોરોના સંક્રમણ શરૂ થયું હતું અને હવે 21મી જૂન 2020માં યોજનારા સૂર્યગ્રહણ સુધી કોરોના સંક્રમણની અસર રહેશે.
તેમણે કહ્યું હતું કે 22 મે એ જેઠ કૃષ્ણ અમાસ એટલે કે શનિ જ્યંતિ એ એક મોટો સંયોગ હતો. શનિ પાપ ગ્રહ, ન્યાયના દેવતા અને ક્રૂર ગ્રહ પણ છે. જે લોકોની ઉપર શનિની સાડા સાતી અને શનિની મહાદશા ચાલી રહી હોય તેમના માટે સ્વર્ણિમ યોગ છે. આ સંયોગમાં શનિ દેવની આરાધના કરીને આ સમસ્યાઓથી મુક્તિ મેળવી શકાય છે.
પંડિત દિપક માલવીએ જણાવ્યું કે 972 વર્ષ બાદ શનિ જ્યંતિએ ચાર ગ્રહ સૂર્ય, ચંદ્ર, બુધ અને શુક્ર એક સાથે વૃષભમાં રહ્યાં છે. આવો સંયોગ ઈ.સ 1048માં થયો હતો અને હવે પાંચ વર્ષ બાદ થશે. આ વિશેષ સંજોગમાં શનિ દેવની ઉપાસના, આરાધના અને તેમની સામાગ્રિયોને દાન આપવાથી વધુમાં વધુ લાભ મળશે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.