તમે લાફિંગ બુદ્ધાની મૂર્તિને ઘરમાં, ઓફિસમાં અથવા અન્ય પ્રકારના વ્યાપારિક અનુષ્ઠાનોમાં રાખેલી જરૂર જોઈ હશે. આ મૂર્તિ જ્યાં રાખવામાં વે છે ત્યાં શોભા તો વધારે છે, પણ સાથે જ આ મૂર્તિથી સરાકાત્મક ઉર્જાનો પણ સંચાર થાય છે. ફેંગશૂઈના પ્રમાણે, લાફિંગ બુદ્ધાની મૂર્તિને લગાવવાથી નકારાત્મકતા ખતમ થઈ જાય છે. લાફિંગ બુદ્ધાની મૂર્તિને ક્યાં સ્થાપિત કરવી જોઈએ, તે પણ એક વિચારણીય પ્રશ્ન હોય છે. જેમ કે, લાફિંગ બુદ્ધાની મૂર્તિ ક્યાં કેવી રીતે રાખવી જોઈએ. શું મૂર્તિ રાખવાના કોઈ નિયમ છે ? તો આવો જાણીએ લાફિંગ બુદ્ધા ક્યાં અને કેવી રીતે રાખવા જોઈએ અને તેના શું-શું લાભ છે.
આ વાતોનું રાખો ધ્યાન
લાફિંગ બુદ્ધાને ઘર અથવા ઓફિસમાં રાખતા સમયે જગ્યાની પસંદગી સાચી રીતે કરવી જોઈએ. લાફિંગ બુદ્ધા પૂર્વ દિશામાં રાખો જે પોતાના બંને હાથોને ઉઠાવીને હંસી રહ્યા છે, પરંતુ બુદ્ધાની મૂર્તિને ભૂલીને પણ મુખ્ય દરવાજાની સામે ન રાખો. તેને પોતાના ઘરમાં દક્ષિણ પૂર્વ દિશામાં રાખો તો આ દિશાની સકારાત્મક ઉર્જા વધી જાય છે જે ધન અને સુખને આકર્ષિત કરે છે.
લાફિંગ બુદ્ધાના લાભ
ઘરમા રહેતા લોકોની આવક વધે છે. તમારા ઘરમા જો કોઈ જાદૂ-ટોના કરે છે અથવા કોઈની ખરાબ નજર તમારા ઘરના સભ્યો પર પડે છે તો, તમારે ડ્રેગન પર બેસેલા, દિવ્ય શક્તિઓના સ્વામી લાફિંગ બુદ્ધાને પોતાના ઘરમાં રાખવા જોઈએ.
ભગવાન બુદ્ધના શિષ્ય હતા લાફિંગ બુદ્ધા
જાપાનમાં ભગવાન બુદ્ધના ઘણા શિષ્ય હતા. તેમાંથી એક તે હતા. એવી માન્યતા છે કે, જ્યારે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો અને તેમને આત્મજ્ઞાત પ્રાપ્ત થયુ ત્યારબાદ તે જોર-જોરથી હસવા લાગ્યા. પોતાની આ હસીને કારણે તે લોકોને હસાવતા અને સુખી રહેવાની શીખ પણ આપવા લાગ્યા હતા.
મોજ-મસ્તી કરવાનું ખૂબ જ પસંદ હતું
આ તરફ ચીનમાં આ માન્યતા છે કે, લાફિંગ બુદ્ધા ચીની દેવતા છે જેને પુતાઈ નામથી તે જગ્યા પર ઓળખવામાં આવતા હતા. તે એક બૌદ્ધ ભિક્ષુક હતા અને તેમને મોજ-મસ્તી કરવાનું ખૂબ જ પસંદ હતુ. તેઓ જ્યાં પણ જતા હતા ત્યાં પોતાનું ગોળમટોળ શરીર દર્શાવી બધાને હસાવતા હતા. ત્યારથી જ લોકો તેને દેવતાની જેમ માનવા લાગ્યા અને તેની મૂર્તિઓ ઘરમાં રાખવા લાગ્ય હતા.