વર્તમાન સમયમાં ડિપ્રેશનની સમસ્યા નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિ સુધી અને મહિલાઓથી લઈને પુરુષો સુધી બધા વર્ગોમાં ખૂબ જ તેજીથી વધી રહી છે. આ એક એવી પરેશાની છે જે તમારા આત્મવિશ્વાસ પર ખૂબ જ નેગેટિવ અસર નાખે છે. જેના પરિણામસ્વરુપે તમારી પર્સનલ અને પ્રોફેસનલ લાઈફ પર ખૂબ જ ઉંડી અસર પડે છે. તો ચાલો જાણઈએ ડિપ્રેશનની પાછળના કારણો…
ડિપ્રેશનનુ વાસ્તુ કારણ
ખરેખર વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરની દિશા વિશેષ છે જેમાં ઉપસ્થિત વાસ્તુ દોષ ડિપ્રેશનનુ કારણ બને છે. આ દિશા પશ્વિમી વાયવ્યના રૂપમાં ઓળખાય છે. જો ડિપ્રેશનથી બચવુ છે તો આ દિશાનું વાસ્તુ સમંત હોવુ આવશ્યક છે. આ દિશાના વાસ્તુ પ્રમાણે બનેલ હોવા પર આ તમને કામથી અને દિન-પ્રતિદિનની થતી ભાગદોડથી ઉત્પન્ન માનસિક તણાવથી મુક્ત કરે છે. તો જ્યાં એક તરફ પશ્વિમી વાયવ્યનો વાસ્તુ દોષ ડિપ્રેશન હોય છે.
પશ્વિમિ વાયવ્યમાં વાસ્તુ દોષ ઉત્પન્ન કરનારી ગતિવિધિ
આ દિશામાં એવી કોઈ પણ ગતિવિધિ કરવી અથવા નિર્માણ કરવુ વાસ્તુમાં મનાઈ છે. જે હેઠળ તમારે ઘણો બધો સમય પસાર કરવો પડશે. ઉદાહરણ તરીકે આ દિશામાં સૂવું પ્રતિબંધિત છે. કારણ કે, અહીં સૂતી વ્યક્તિ ધીરે-ધીરે હતાશા તરફ જવાનું શરૂ કરે છે. આ દિશામાં જે વ્યક્તિનો શયનખંડ બનાવવામાં બનેલ છે તે શખ્સને સતત આ પ્રકારના વિચારો અને લાગણીઓથી ઘેરાયેલા રહેશે, જે તેને હતાશા તરફ દોરી જશે. તેથી અહીં ઘરના કોઈ પણ સભ્ય માટે બેડરૂમ બનાવશો નહીં.
પશ્વિમી વાયવ્યમાં વાસ્તુ સમ્મત ગતિવિધિઓ
પશ્વિમી વાયવ્યમાં શૌચાલયનું નિર્માણ કરવામાં આવી શકે છે. અહીંયા પર સીડીઓનુ નિર્માણ પણ કરી શકાય છે. જે પરિવારના લોકોમાં ભાવનાત્મક સંતુલન બનાવવામાં સહાયતા થશે. આ વાસ્તુ ઝોનમાં બનાવવામાં આવેલ સ્ટોર રૂમ પણ વ્યક્તિને માનસિક રૂપથી મજબૂત બનાવે છે. તેના અતિરિક્ત ડસ્ટબિન અથવા કચરા પાત્ર, ઝાડુ, શૂ રેક વગેરે વસ્તુ પણ પશ્વિમી વાયવ્યમાં રાખવામા આવી શકે છે.
ધ્યાનમાં રાખવા યોગ્ય અન્ય વાતો
- ઘરની ઈશાન દિશામાં ભારે વસ્તુઓને રાખવા અને કોઈ મોટું નિર્માણ કરવાથી બચો.
- આ વાતનુ ધ્યાન રાખો કે, તમારા બેડની ઠીક ઉપર કોઈ બીમ ન હોય.
- સૂતા સમયે તમારુ માથુ ઉત્તર દિશામાં ન હોવુ જોઈએ નહીતર આ અનિદ્રાથી સંબંધિત સમસ્યાઓ આપશે.
સૂતા સમયે તમારુ માથુ દક્ષિણ દિશા અથવા પૂર્વમાં જ રાખો. - ઘરને હંમેશા સાફ અને સ્વચ્છ બનાવી રાખો.