વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી અને ડિફેન્ડીંગ ચેમ્પિયન નોવાક જોકોવિચ તેમજ નાઓમી ઓસાકાને અહીં શરૂ થનારી યુએસ ઓપનના ટોચની રેન્કિંગ આપવામાં આવી છે. જ્યારે સ્પેનના રફેલ નડાલને બીજો તો રોજર ફેડરરને ત્રીજો ક્રમાંક અપાયો છે. આ ટુર્નામેન્ટમાં ઉતરતી વખતે જોકોવિચની નજર પોતાના 17માં ગ્રાન્ડસ્લેમ ટાઇટલ પર હશે.
મહિલાઓમાં નાઓમી ઓસાકાને ટોચનું રેન્કિંગ મળ્યું છે, ત્યારે તેની સામે ગત વર્ષે અહીં ફાઇનલમાં પરાજીત થયેલી સેરેના વિલિયમ્સને 8મો ક્રમાંક અપાયો છે. આ સિવાય ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતનારી ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીને બીજો તો વિમ્બલ્ડન ચેમ્પિયન બનેલી રોમાનિયાની સિમોના હાલેપને ચોથો ક્રમાંક અપાયો છે.