નવી દિલ્હીઃ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC(એ તમને ઘરે બેઠાં પોતાની સ્કીલ્સમાં ઉમેરો કરવાની અને કરિયરમાં આગળ વધવા માટે એક ઉત્કૃષ્ઠ તક આપી રહી છે. UGCએ 124 એવા ઓપન ઓનલાઇન કોર્સ શરૂ કર્યા છે, જે તમારી માટે ઘણા લાભકારક સાબિત થઇ શકે છે.
સૌથી મોટી વાત એ છે કે, કોલેજના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને પ્રોફેશનલ્સ, હાઉશ વાઇફ, સિનિયક સિટીઝન્સ સુધી વ્યક્તિઓ તેમની પસંદ અને યોગ્યતા મુજબ આ 124 ઓપન ઓનલાઇન કોર્સમાંથી કોઇ પણ કોર્સ કરી શકે છે. યુનિવર્સિટી કે કોલેજમાં રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓને તે પૈકીનો કોઇ પણ કોર્સ કરવા પર ક્રેડિટ ટ્રાન્શપરનો લાભ પણ મળશે.
અંડરગ્રેજ્યુએટ લેવલના કૂલ 78 ઓનલાઇન કોર્સ અ પીજી લેવલના 46 ઓપન ઓનલાઇન કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. UGCના ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર (સીઇસી)એ સ્વયં પોર્ટલ પર તેની શરૂઆત કરી છે. આ કોર્સની સંપૂર્ણ યાદી જણાવી છે.
78 UG & 46 PG Non-Engineering #MOOCS to be offered in January-2O21 semester on the #SWAYAM Platform. @PMOIndia @DrRPNishank @SanjayDhotreMP @EduMinOfIndia @DDNewslive @PIB_India @AkashvaniAIR @ANI @PIBHRD @SWAYAMMHRD @AICTE_INDIA @PTI_News pic.twitter.com/PyOmynMTgv
— UGC INDIA (@ugc_india) December 24, 2020
“>
ક્યારે શરૂ થશે આ ક્લાસિસ
આ તમામ 124 ઓનલાઇન ક્લાસિસના કોર્સ જાન્યુઆરી 2021થી શરૂ થશે. દેશની વિવિધ યુનિવર્સિટીના નિષ્ણાંતો પ્રોફેસર્સ દ્વારા આ ક્લાસિસ સ્વયંત પોર્ટ મારફતે લેવામાં આવશે. કોર્સ પૂર્ણ થયા બાદ ઓનલાઇન એક્ઝામ પણ લેવાશે. જેમાં પાસ થનારને યુજીસી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે.
જણાવેલ યાદીમાં દરેક કોર્સની યોગ્ય, કલાસ શરૂ થવાની તારીખ, પરીક્ષાની તારીખ, પ્રોફેસરનું નામ સહિત સંપૂર્ણ માહિતીઓ આપવામાં આવી છે. સંબંધિત લિંક પર ક્લિક કરીને તમે યુજીસીના ઓપન ઓનલાઇન કોર્સની સંપૂર્ણ માહિતી વાંચી શકો છો.