અમેરિકી કોંગ્રેસમાં પ્રથમવાર બે મુસ્લિમ મહિલાઓની એન્ટ્રી થઈ છે. આ બન્ને મહિલાઓ ડેમોક્રેટીક પાર્ટીની છે. ઈલહાન ઉંમર અને રાશીદા તાલીબે અમેરિકી કોંગ્રેસની ચૂંટણી જીતી લીધી છે.
ચૂંટણી જીત્યા બાદ ઈલહાન ઉંમરે રાશીદા તાલીબને મુબારકબાદી આપતી ટવિટ કરી લખ્યું કે મારી બહેન રાશીદા, ચૂંટણી જીતવા બદલ મુબારકબાદી. તમારી સાથે કામ કરવા માટે હવે હું વધારે રાહ જોઈ શકું એમ નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિઓ પ્રવાસીઓ અને શરણાર્થિઓની ફેવરની માનવામાં આવતી નથી જેથી કરીને આ બન્ને મુસ્લિમ મહિલાઓની જીતનુ મહત્વ છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટીટીવ અંદાજે 89 મહિલાઓ છે. હાલના રેકોર્ડ પ્રમાણે 84 મહિલાઓનો હતો. હજુ ઘણી સીટોના પરિણામ બાકી છે.
કોણ છે ઈલ્હાન ઉંમર ?
અમેરિકી કોંગ્રેસમાં ચૂંટાતા પૂર્વે ઈલ્હાન ઉંમર મિનોટાની પ્રતિનિધિ સભામાં સર્વ પ્રથમ સોમાલીયન અમેરિકન મુસ્લિમ મહિલાનો રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યા છે. ઈલ્હાને ઓગષ્ટમાં ડેમોક્રેટીક પાર્ટીના કિથ એલિસનના સ્થાને પોતાની દાવેદારી કરી હતી. ઈલ્હાને મેડીકલ, અપરાધિક ન્યાય મામલા અને મજુર વર્ગ માટે સંઘર્ષ કરનારી મહિલા તરીકે ઓળખ હાંસલ કરી છે. હાલની ચૂંટણીમાં ઈલ્હાને રિપબ્લિકન પાર્ટીની જેનીફ જાઈલિંસ્કીને પરાજિત કરી છે.
ટાઈમ મેગેઝીન પ્રમાણે 12 વર્ષની ઉંમરે ઈલ્હાન શરણાર્થી તરીકે અમેરિકા આવ્યા હતા. ઉંમરને યુવા અવસ્થાથી રાજનીતિમા રસ હતો. 14 વર્ષની ઉંમરે ગૃહ યુદ્વ થવાથી ઈલ્હાન સોમાલીયાથી અમેરિકા આવ્યા હતા..
કોણ છે રાશીદા તાલીબ ?
રાશીદા તાલીબ પણ ઈલ્હાનની જેમ જ પ્રવાસી છે. તેઓ 42 વર્ષના છે. રાશીદા તાલીબના પિતા પેલેસ્ટાઈનના હતા. ડેમોક્રેટ પાર્ટીના બ્રેંડા જોન્સને મહાત આપી રાશીદાએ પોતાની દાવેદારી મજબૂત કરી હતી. રાશીદાએ પહેલી વાત ઈતિહાસ રચ્યો હતો જ્યારે તેમણે 2008માં મિશિગન લેજિસલેચરની ચૂંટણી જીતી હતી. આવી રીતે જીતનારી પ્રથમ મહિલા હતી.