વિશ્વના 8માં ક્રમાંકિત સ્ટીફાનોસ સિતસિપાસનો આન્દ્રે રુબલેવ સામે 4 કલાક સુધી ચાલેલી એક આકરી મેચમાં 6-4, 6-7, 7-6, 7-5થી પરાજય થયો હતો. મેચ દરમિયાન સિતસિપાસ પગ જકડાઇ જવાની સમસ્યાથી પરેશાન રહ્યો હતો અને તેણે આ દરમિયાન અમ્પાયર પર પક્ષપાતનો આરોપ પણ મુક્યો હતો.
સતત બીજી ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં પરાજય વેઠનાર સિતસિપાસને અંતિમ સેટમાં સમય સંબંધિત નિયમના ભંગ બદલ એક પોઇન્ટની પેનલ્ટીનો સામનો કરવો પડ્યો હતો. તે પછી સિતસિપાસે ફ્રાન્સના ચેર અમ્પાયર ડેમિયન ડુમુસોઇસને મેચ દરમિયાન જ એવું કહ્યું હતું કે તમે તો અજીબ છો.