ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પ્રદોષ વ્રત કરવામાં આવે છે. મંગળવાર 5 મે એટલે આજે તેરસ તિથિ હોવાથી ભોમ પ્રદોષનો સંયોગ બની રહ્યો છે. અઠવાડિયાના અલગ-અલગ દિવસ પ્રદોષ વ્રતનો સંયોગ બનવાથી તેનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. આ વખતે આ વ્રત મંગળવારે હોવાથી સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ માટે મહત્ત્વપૂર્ણ રહેશે.
શિવ પુરાણ અને સ્કંદ પુરાણ પ્રમાણે પ્રદોષ વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. આ પુરાણોમાં આ વ્રતને મનોકામના પૂર્ણ કરનાર ઉલ્લેખવામાં આવ્યું છે. મંગળવારે આવતાં પ્રદોષ વ્રતમાં પૂજા કરવાથી ઉંમર વધે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આ વ્રતના પ્રભાવથી બીમારીઓ દૂર થાય છે અને કોઇપણ પ્રકારની શારીરિક પરેશાનીઓ થતી નથી. આ દિવસે શિવ-શક્તિ પૂજા કરવાથી દાંપત્ય સુખ વધે છે. મંગળવારે પ્રદોષ વ્રત અને પૂજા કરવાથી પરેશાનીઓ પણ દૂર થવા લાગે છે.