6 જાન્યુઆરી, સોમવારે વિષ્ણુજી અને શિવજીની પૂજા એકસાથે કરવાનો શુભયોગ બની રહ્યો છે. સોમવારે પોષ મહિનાની સુદ પક્ષની અગિયારસ છે. જેને પુત્રદા અગિયારસ કહેવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ માટે વ્રત અને પૂજા કરવામાં આવે છે. સોમવારે શિવજીની વિશેષ પૂજાનો દિવસ છે. સોમવાર અને એકાદશીના યોગમાં વિષ્ણુજી સાથે શિવજીની પણ કૃપા પ્રાપ્ત કરી શકાય છે. આ દિવસે શ્રીહરિ માટે વ્રત-ઉપવાસ કરો અને શિવલિંગનું પૂજન કરો. ધૂપ-દીપ પ્રગટાવીને શિવ મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108વાર કરો અને તેના માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો.
શિવ મંત્રઃ–
शान्ताकारं शिखरशयनं नीलकण्ठं सुरेशं। विश्वाधारं स्फटिकसदृशं शुभ्रवर्णं शुभाङ्गम्।।
गौरीकान्तं त्रितयनयनं योगिभिर्ध्यानगम्यं। वन्दे शम्भुं भवभयहरं सर्वलोकैकनाथम्।।