નવી દિલ્હી : ટોક્યો પેરાલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન કરતા ભારતના સુમિત અંતીલે જેવેલિન થ્રો (ભાલા ફેંક) વર્ગ F-64 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુમિતે ફાઇનલમાં 68.55 મીટરના થ્રો સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો. ભારત માટે આ અત્યાર સુધીનો બીજો ગોલ્ડ મેડલ છે. આ પહેલા મહિલા શૂટર અવની લખેરાએ 30 ઓગસ્ટ, સોમવારે સવારે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે અત્યાર સુધીમાં લગભગ 7 મેડલ જીત્યા છે, જેમાંથી 2 ગોલ્ડ મેડલ છે.
સુમિતે તેના પ્રથમ પ્રયાસમાં 66.95 મીટર સાથે ફાઇનલની શરૂઆત કરી હતી, પરંતુ તેણે પાંચમા પ્રયાસમાં 68.55 મીટર ફેંકીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સુમિતે બીજા પ્રયાસમાં 68.08, ત્રીજામાં 65.27, ચોથામાં 66.71 મીટર જ્યારે તેનો છઠ્ઠો અને અંતિમ થ્રો ફાઉલ હતો. ભારતે આજે ટોક્યો પેરાલિમ્પિક્સમાં પોતાનો પાંચમો મેડલ જીત્યો છે. તેમના પહેલા અવની, દેવેન્દ્ર ઝાઝરીયા, સુંદર સિંહ ગુર્જર અને યોગેશ કથુનિયાએ પણ સોમવારે દેશ માટે મેડલ જીત્યા હતા. આ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં બે ગોલ્ડ, ચાર સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યું છે.
ગૃહમંત્રી અમિત શાહે અભિનંદન પાઠવ્યા
ગૃહમંત્રી અમિત શાહે સુમિત અંતીલને તેની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે. શાહે ટ્વિટ કર્યું, “એક સુવર્ણ અને અવિસ્મરણીય દિવસ … સુમિત અંતીલ પેરાલિમ્પિક્સમાં તમારી આ અસાધારણ સિદ્ધિએ સમગ્ર વિશ્વમાં તિરંગાના ગૌરવમાં વધારો કર્યો છે. સુવર્ણચંદ્રક માટે ઘણા અભિનંદન.”
https://twitter.com/AmitShah/status/1432302888487833600?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1432302888487833600%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.abplive.com%2Fsports%2Ftokyo-paralympics-indian-para-athlete-sumit-antil-wins-javelin-f64-gold-know-in-detail-1960838
ભારતે સોમવારે પાંચ મેડલ જીત્યા હતા
https://twitter.com/Tokyo2020hi/status/1432202277645963265?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1432202277645963265%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.abplive.com%2Fsports%2Ftokyo-paralympics-indian-para-athlete-sumit-antil-wins-javelin-f64-gold-know-in-detail-1960838
ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતીય પેરા રમતવીરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ દિવસથી ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. અત્યારે ભારત મેડલ ટેબલમાં 25 મા ક્રમે છે. 54 ગોલ્ડ મેડલ સાથે ચીન ટોચ પર છે.