ગાંધીનગર — કોરોના સંક્રમણના સમયમાં એક ચીજ એવી છે કે જેને કોઇ સંક્રમણ લાગતું નથી. તેને સેનિટાઇઝરની જરૂર નથી. માસ્કની જરૂર નથી. તે ક્યારેય દર્દી બનતી નથી. તેનામાં વાયરસ આવી શકતો નથી. તેનો ઇલાજ પણ કરવામાં આવતો નથી તેમ છતાં તે કોરોના સંક્રમિત દર્દીઓની મદદમાં જોડાય છે. આ ચીજ એવી છે કે જે ડોક્ટરો તેમજ મેડીકલ સ્ટાફને મદદ કરે છે. દર્દીઓની સારવાર કરે છે. દર્દીના શરીરમાં ગમે તેવો ગંભીર વાયરસ હોય તેનો ઇલાજ ડર વિના કરે છે.
આ ચીજવસ્તુનો આવિષ્કાર વિશ્વના અનેક દેશો કરી ચૂક્યાં છે. ચીનમાં તો આ ચીજવસ્તુના કારણે ડોક્ટરોને થતું સંક્રમણ ઘટાડી શકાયું છે. મેડીકલ સ્ટાફ પણ તેનાથી બચ્યો છે. હવે આ ચીજવસ્તુ જાહેર જીવનમાં પણ વાપરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભારતીય રેલવે એ તેના દેશભરના રેલવે સ્ટેશનો પર અર્જુનને ઉભો કરી દીધો છે. ગુજરાતના અમદાવાદ સહિતના રેલવે સ્ટેશનો પર હવે મુસાફરોને અર્જુન જોવા મળશે.
શું છે આ અર્જુન… અર્જુન એક એવો રોબોટ છે કે જેને વાયરસ અસર કરતો નથી. પ્રવાસ દરમ્યાન મુસાફરો તેમજ તેમના સામાનનું સ્ક્રીનિંગ કરવા મધ્ય રેલવે એ લોકોનો સંપર્ક ઘટાડવા માટે રોબોટનો પ્રયોગ શરૂ કર્યો છે. ધીમે ધીમે તે ગુજરાતના રેલવે સ્ટેશનો પર જોવા મળશે.
જાહેર સ્થળો જેવાં કે એસટી બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર ભારત સરકારે આવા રોબોટ મારફતે કામ કરવવું જોઇએ. રેલવે સ્ટેશનોએ અર્જુન નામનો રોબોટ કામ કરી રહ્યો છે. મહારાષ્ટ્રના પુણેમાં રેલવે સ્ટેશન પર એક રોબોટ ગોઠવવામાં આવ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આ રોબોટ કામ કરે છે. ગુજરાતના તત્કાલિન ચીફ સેક્રેટરી જેએન સિંઘની કચેરીમાં મહેમાનોને ચાય પિરસતો રોબોટ ગુજરાતમાં બઘાંએ જોયો છે. હવે રેલવે સ્ટેશને આવા રોબોટ આવી રહ્યા છે.
જ્યાં ઇનબિલ્ટ સાયન એચ-264 છે. આ રોબોટ મનુષ્યના શરીરના તાપમાનને 0.5 સેકેન્ડમાં માપી લે છે. જો તાપમાન સામાન્ય કરતા વધુ હોય તો તેમાં સાઇરન વાગશે તે સિવાય આ માસ્ક જમીનની સફાઇ કરવામાં પણ સમર્થ છે. આ રોબોટ પાસે સેન્સર આધારિત માસ્ક ડિસ્પેઝર અને સેનિટાઇઝર પણ છે. મલ્ટીપલ કામગીરી કરતો આ રોબોટ હવે નજીકના ભવિષ્યમાં ગુજરાતના રેલવે સ્ટેશનો પર પણ જોવા મળી શકે છે. સિવિલ એવિયેશન પણ એરપોર્ટ પર આવો રોબોટ લાવવાનું વિચારી રહ્યું છે.