વાસ્તુ શાસ્ત્રમાં ઘરની નેગેટિવ ઊર્જાને દૂર કરવા અને પોઝિટિવ ઊર્જાને વધારવાની ટિપ્સ ઉલ્લેખવામાં આવી છે. જે ઘરમાં વાસ્તુદોષ હોય છે, ત્યાં નેગેટિવિટી બની રહે છે. વાસ્તુદોષ દૂર કરવા માટે ઘરમાં પિરામિડ પણ રાખવું જોઇએ. એકાગ્રતા વધારવા માટે અને ઘરમાં પોઝિટિવિટી વધારવા માટે ઘરમાં પિરામિડ રાખી શકો છો. ધ્યાન રાખો કે, પિરામિડ તાંબા, પીત્તળ કે પંચધાતુનું બનેલું હોય. આવું પિરામિડ ઘર માટે શુભ રહે છે. ક્યારેય લોખંડ કે એલ્યુમીનિયમનું પિરામિડ રાખવું નહીં.
ઘરમાં રાખવા માટે લાકડાનું પિરામિડ પણ ખૂબ જ શુભ મનાય છે. ઘરમાં પવિત્રતા જાળવી રાખવા માટે ગંગાજળનો કળશ રાખવો જોઇએ. ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ બાંધો. તેની શુભ અસરથી ઘરમાં પોઝિટિવ ઊર્જા પ્રવેશ કરે છે અને નેગેટિવ ઊર્જા ઘરની બહાર રહે છે. ઘરના મંદિરમાં નારિયેળ, ચાંદીનો સિક્કો રાખવો ખૂબ જ શુભ રહે છે. મંદિરમાં ચાંદીની મૂર્તિ રાખીને તેની પૂજા કરવી જોઇએ. પૂજા-પાઠ સાથે જોડાયેલી વસ્તુઓ માટે ચાંદી સૌથી સારી ધાતુ માનવામાં આવે છે. દરવાજા ઉપર ૐ નું ચિહ્ન પણ લગાવી શકો છો.