વૈશાખ મહિનો 28 એપ્રિલથી શરૂ થયો છે અને 26 મે 2021 સુધી ચાલશે. વિશાખા નક્ષત્રથી સંબંધિત હોવાના કારણે આ મહિનાને વૈશાખ કહેવામાં આવે છે. વૈશાખનો મહિનો પૂજા અને અન્ય ધાર્મિક કાર્યોના હિસાબથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિનામાં દાન-પુણ્ય સિવાય ગંગા સ્નાન અને ભગવાન વિષ્ણુ અને મહાદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આમ કરવાથી ત્રિદેવનો આશીર્વાદ મળે છે.વર્ષમાં એક વખત વૈશાખના મહિનામાં જ ભક્તોને બાંકે બિહારીના ચરણ દર્શન પણ કરાવવામાં આવે છે. જો તમારા જીવનમાં સંકટ ચાલી રહ્યા છે, તો વૈશાખના મહિનામાં ભગવાન વિષ્ણુ અને શિવની પૂજા પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો. તેનાથી મોટામાં મોટા સંકટ પણ દૂર થઇ શકે છે. આ સમગ્ર મહિનામાં સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન વગેરેથી ફ્રી થઇ જાઓ. ત્યારબાદ સૌથી પહેલા સૂર્યદેવને જળ અર્પિત કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરો અને ચંદન, જળ, પુષ્પ વગેરે ચઢાવો. આ આખા મહિનામાં મંદિરમાં જઇ શિવલિંગ અને પીપળાના ઝાડને જલ અર્પણ કરવું જોઇએ. જો તમે કોઇ મંદિરમાં શિવલિંગ ઊપર જળથી ભરેલા કળશ સ્થાપિત કરો છો. તો માનવામાં આવે છે કે કળશથી પડતા દરેક ટીપા સાથે સંકટનો અંત થતો જાય છે.