બે વારના ઓલિમ્પિક્સ મેડલિસ્ટ સુશીલ કુમારે અહીં તંગ સ્થિતિ વચ્ચે મંગળવારે થયેલી 74 કિગ્રાની ટ્રાયલમાં જિતેન્દર કુમારને 4-2થી હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેની ભારતીય ટીમમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. બંને રેસલરોએ આક્રમકતા સાથે રમેલી આ ફાઇનલમાં એકબીજા પર સતત હલ્લો બોલાવ્યો હતો. આઇજીઆઇ સ્ટેડિયમમાં આ મુકાબલો જોવા માટે અંદાજે 1500 દર્શકો આવ્યા હતા. એક વર્ષ પછી મેદાને પડેલા સુશીલે મુકાબલા દરમિયાન બે વાર મેડિકલ બ્રેક લેવા પડ્યા હતા.
