કોંગ્રેસના સ્વર્ગીય નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વિટ કરીને બોલિવૂડની હિરોઈન ગુજ્જુ ગર્લ અમિષા પટેલને લગ્નની ઓફર કરતી ટ્વિટ કરી હતી. જે પાછળથી ડિલીટ કરી દેવામાં આવી હતી. ફૈઝલ પટેલની ટ્વિટ અંગે અહેમદ પટેલના દિકરી અને ફૈઝલ પટેલના બહેન મુમતાઝ પટેલે ટ્વિટ કરીને ખૂલાસો કર્યો છે.
મુમતાઝ પટેલે ટ્વિટ કર્યું કે….
સોશ્યિલ મીડિયા/મીડિયાને આમાં વધુ પડતું ન વાંચવા વિનંતી
@mfaisalpatel
ટ્વીટ ડિલીટ કરી દેવાઈ છે.
@ameesha_patel
અમે કુટુંબ જેવા છીએ અને અમે ત્રણ પેઢીથી મિત્રો છીએ .આ માત્ર આંતરિક મજાક હતી. કૃપા કરીને તેને સારી રમૂજમાં લો!
Requesting social media / media not to read too much into @mfaisalpatel deleted tweet. @ameesha_patel is like family and we are friends since three generations .This was just an internal joke. Plz take it in good humor!
— Mumtaz Patel (@mumtazpatels) December 30, 2021
મુમતાઝ પટેલે ટેલિફોન પર પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી કે આ મજાક હતી અને મજાકમાં ફૈઝલે ટ્વવિટ કરી હતી, આ અંગે ટ્વિટર પર સ્પષ્ટતા કરવામાં આવી છે.