શંકર સિંહ વાઘેલા તેમના નિવેદનો ને લઈ સતત ચર્ચા માં રહેતા આવ્યા છે ત્યારે તેઓ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે કિસાન સેનાના અગ્રણીઓ સાથે બેઠક માં ભાગ લેવા આવ્યા ત્યારે શંકરસિંહ વાઘેલાએ રાજ્યસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામા અંગે ભાજપ ને નિશાન બનાવ્યું હતું તે વખતે તેઓ એ કહ્યું કે ‘મજબૂરીમાં દેહ વેપાર કરતી મહિલા’ કરતા તેને ખરીદનાર વધુ દોષી હોય છે. ભાજપે કોરોનાની મહામારીમાં ખરીદ વેચાણ સંઘ શરૂ કરી દીધુ હોવાનો ખુલ્લો આક્ષેપ કર્યો હતો.તેઓ એ ઉમેર્યું કે ભાજપ ની નીતિ રહી છે કે કોઇપણ હિસાબે કોંગ્રેસના ધારાસભ્યોને તોડો, દાદાગીરીથી, લાલચથી, હોદ્દા આપવા સહિત ની લાલચ અપાય છે.
આ લોકો એ ધારાસભ્યોની આબરૂ ઢોર બજાર કરતા વધુ ખરાબ કરી નાખી છે.
શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં ભાજપમાં એક રાજ્યસભાનો સભ્ય હોય કે ન હોય કોઇ ફરક પડવાનો નથી. આવા ગોરખ ધંધા ખરીદ વેચાણ સંઘ ન કરવુ જોઈએ, શરમ રાખવી જોઇએ. ખેડૂતો ને થતા અન્યાય મુદ્દે સરકાર ઉપર પ્રહાર કર્યા હતા આમ ભાજપ ને બરાબર નું લીધું હતું.