અમેરિકાની દિગ્ગજ ખેલાડી સેરેના વિલિયમ્સે યુએસ ઓપન ફાઇનલમાં પોતાના ખરાબ પ્રદર્શનને અક્ષમ્ય ગણાવતા કહ્યું હતું કે મને એ સમજાતું નથી કે હું ક્યારે 23 વારની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયનની જેમ રમવાનું શરૂ કરીશ. સેરેનાએ કહ્યું હતું કે આ ટુર્નામેન્ટમાં આ મારું સૌથી ખરાબ પ્રદર્શન હતું. હું તેના કરતાં સારુ પ્રદર્શન કરી શકતી હતી.
સેરેનાએ એવું ઉમેર્યું હતું કે આ લેવલે મારું આવું પ્રદર્શન અક્ષમ્ય છે. હું એ સેરેનાની જેમ નથી રમી શકી જે 23 વારની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન છે. સેરેનાએ કહ્યું હતું કે આ ઘણું નિરાશાજનક છે કે આટલા નજીક પહોંચીને પણ હું જીતી ન શકી. મારે સતત બહેતર રમવાનો પ્રયાસ કરવો પડશે.
સેરેના પહેલું ગ્રાન્ડસ્લેમ જીતી ત્યારે બિયાન્કા જન્મી પણ નહોતી
સેરેના વિલિયમ્સે 20 વર્ષ પહેલા જ્યારે પહેલું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું હતું ત્યારે બિયાન્કા એન્દ્રીસ્કૂ જન્મી પણ નહોતી અને શનિવારે એ બિયાન્કાએ તેને હરાવી હતી. સેરેનાએ કહ્યું હતું કે બિયાન્કા મને પસંદ છે. તે ઘણી સારી છોકરી છે. તેણે અદભૂત રમત બતાવી છે. મને તેના પર ગર્વ છે. જો વિનસ સિવાય કોઇ બીજું જીતે અને મને ખુશી થતી હોય તો તે બિયાન્કા છે.