વૈશ્વિક માર્કેટમાં થયેલી ભારે ઉથલપાથલના કારણે ગુરુવારે મુંબઈ સ્ટોક એક્સચેન્જ પર તેની ખતરનાક અસર જોવા મળી. સેનસેક્સમાં 1,037.36 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે નિફટીમાં પણ 10,138.60નો કડાકો બોલાયો હતો. નિફટીમાં 321.5 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. ગુરુવારે સવારે જ્યારે શેરબજાર 33,723.53 પોઈન્ટ પર અને નિફટી 10,138.60 પોઈન્ટ પર રેકોર્ડ થયા હતા.જ્યારે રૂપિયો નવ પૈસા વધુ કમજોર થયો હતો. ડોલરની સામે રૂપિયો 74.30 પર રેકોર્ડ થયો હતો. હજુ પણ આ કડાકો ચાલી રહ્યો છે અને 74.47ના સૌથી નિમ્ન સ્તરે રૂપિયો પહોંચી ગયો છે.
બુધવારે શેરબજારે તેજી જોઈ હતી. બેન્કીંગ,ઓટો અને અન્ય ધાતુનાં શેરોમા નિવેશકો તરફથી લેવાલી નીકળતા બજારમાં 461 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. આર્થિક તંગીનો સામનો કરી રહેલા નોન-બેન્કીંગ કંપનીઓને ઉગારી લેવા માટે સ્ટેટ બેન્કે આગળ આવી સ્થિતિને સંભાળી લેવાનું વલણ લેતા શેરબજારને મજબૂતાઈ મળી હતી. સ્ટેટ બેન્કે નોન બેન્કીંગ નાણા કંપનીઓની 45,000 કરોડની સંપત્તિ ખરીદવાનો નિર્ણય કર્યો છે.
આઈએલ એન્ડ એફએસ ગ્રુપની કંપનીઓ દેવા ચૂકવવામાં નિષ્ફળ રહેતા નોન બેન્કીંગ કંપનીઓ પર મોટી ઘાત આવી ગઈ હતી. મુંબઈ શેર બજારે બુધવારે 34 હજારની સપાટી કુદાવી હતી. ગઈકાલે બજારે 34,760.89 પર બંધ રહ્યો હતો. પરંતુ ગુરુવારની સવાર શેર બજાર માટે ટેરીબલ સ્થિતિ લઈને આવી હતી.
