“સત્ય ડે” દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અંગેનો રિપોર્ટ સાચો ઠર્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે અને નવા પ્રમુખ તરીકે પાટણના ધારાસભ્ય જગદીશ ઠાકોર પર પસંદગીનો કળશ ઢોળાયો છે જ્યારે ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પદે આદિવાસી નેતા સુખરામ રાઠવાની પસંદગી કરવામાં આવી છે.
જગદીશ ઠાકોર કોંગ્રેસ સિનિયર મોસ્ટ નેતા છે. ભાજપના વેવમાં પણ તેમણે પાટણ વિધાનસભાની સીટને જાળવી રાખી છે. જ્યારે સુખરામ રાઠવા જેતપુર-કાવી-ક્વાંટ વિધાનસભાના ધારાસભ્ય છે. કોંગ્રેસે ક્ષત્રિય અને આદિવાસીને કમાન સોંપી છે. કોંગ્રેસને આ કોમ્બિનેશન રાજકીય રીતે કેટલું ફાયદાકારક રહે છે તે આવનાર સમય જ કહેશે.