મુંબઈ : પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફરી એક વખત માન્ચેસ્ટર યુનાઈટેડની લાલ જર્સીમાં રમતો જોવા મળશે. રોનાલ્ડોએ તેની વર્તમાન ક્લબ જુવેન્ટસ એફસી છોડી ઇંગ્લિશ પ્રીમિયર લીગની તેની જૂની ટીમમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. રોનાલ્ડો જુવેન્ટસ છોડીને માન્ચેસ્ટર યુનાઇટેડમાં જોડાવા અંગે તેના ચાહકો સતત સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સર્જનાત્મક પોસ્ટ માટે જાણીતી મુંબઈ પોલીસે કોરોનાના નિયમો વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આ સમાચારનો ખૂબ જ જોરદાર રીતે ઉપયોગ કર્યો છે. સોશિયલ મીડિયા પર લોકો મુંબઈ પોલીસની આ સ્ટાઈલને પસંદ કરી રહ્યા છે.
Hope you didn't forget to wear your mask when 'ju-vent' out today!
It's our 'premiere' duty as a 'City' to stay 'United'.
— मुंबई पोलीस – Mumbai Police (@MumbaiPolice) August 27, 2021
મુંબઈ પોલીસે આ રમુજી ટ્વિટમાં લખ્યું, “આશા છે કે તમે આજે બહાર જાવ ત્યારે માસ્ક પહેરવાનું ભૂલશો નહીં. રોનાલ્ડોએ જુવેન્ટસ છોડીને માન્ચેસ્ટર યુનાઈટેડ સાથે જોડાયાના સમાચારોનો મુંબઈ પોલીસે ખૂબ જ રમૂજી રીતે ઉપયોગ કર્યો છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની માન્ચેસ્ટર યુનાઇટેડ સાથેની બીજી ઇનિંગ છે.
રોનાલ્ડો માન્ચેસ્ટર સિટીમાં જોડાશે તેવી અટકળો પહેલા હતી
36 વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અગાઉ ઇંગ્લિશ પ્રીમિયર લીગની ટીમ માન્ચેસ્ટર સિટીમાં જોડાશે તેવી અટકળો હતી. જો કે, આ અંગે પરસ્પર કરાર ન થઈ શક્યા પછી, અંતે, રોનાલ્ડોએ તેની જૂની ક્લબમાં જોડાવાનો નિર્ણય કર્યો. રોનાલ્ડો 2018 માં ઇટાલિયન ક્લબ જુવેન્ટસમાં જોડાયો. તેણે આ ક્લબ માટે 98 મેચોમાં 81 ગોલ કર્યા છે.