નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે નાણાંકિય નીતિની જાહેરાત કરી હતી. જેમાં વ્યાજદરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આરબીઆઈ ગવર્નરે મોનેટરી પોલિસીની સમિક્ષા બેઠકમાં પરિણાની જાહેરાત કરી હતી. સતત વધતી મોંઘવારીના કારણે રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીએ પોલીસ રેટમાં કોઈ ફરેફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે.
આરબીઆઈએ એપ્રિલમાં થયેલી એમપીસી બેઠકમાં પ્રમુખ વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો ન હતી. આ સાથે જ રેપો રેટ 4 ટકા, રિવર્સ રેપો રેપ 3.35 ટકા, સીઆરઆર 4 ટકા ઉપર સ્થિર છે. એમએસએફ રેટ અને બેન્ક રેટ કોઈ જ ફેરફાર વગર 4.25 ટકા રહેશે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે આ વખતે સારા ચોમાસાની સાથે જ ઈકોનોમી રિકવરી જોવા મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સારા ચોમાસાથી ઇકોનોમી રિવાઈવસની સંભાવના છે. ગ્રોથ પરત લાવવા માટે પોલીસ સપોર્ટ ખુબ જ મહત્વનો છે. રિઝર્વ બેન્કે ચાલુ નાંકિય એટલે કે 2021-22 માટે ગ્રોથ રેટનું અનુમાન ઘટાડ્યું છે. આરબીઆઈ પ્રમાણે ચાલુ નાણાંકિય વર્ષમાં ગ્રોથ રેટ 9.5 ટકા રહેશે.
પહેલા રિઝર્વ બેન્કે બેન્કને 10.50 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હંતું. આ સાથે જ રિઝર્વ બેન્કે 2021-22મં મોંઘવારી દર 5.1 ટકાનું અનુમાન વ્યક્ત કર્યું છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ફિસ્કલ ઇયર 2021માં રિયલ જીડીપી -7.3 ટકા રહી. એપ્રિલમાં મોંઘવારી દર 4.3 ટકા રહ્યો છે.