કૃષિ કાયદા સામે વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં આજે રાહુલ ગાંધી સહિતના વિપક્ષ નેતાઓ એક સાથે જંતર મંતર પહોચ્યા હતા.જ્યા તેમને કિશાન વિરોધી કાળા કાયદા હટાવવાની વાત કરી હતી.સંસદ આમ પણ પેગાસસ સહીત અન્ય મુદ્દે ઘેરાયેલી છે.એવામાં રાહુલના જંતર મંતર જવાથી રાજકારણ વધુ ગરમાયુ છે.સંસદમાં અનેક મુદ્દે ચાલી રહેલા હંગામા વચ્ચે રાહુલ ગાંધી અને વિપક્ષી પાર્ટીઓના નેતા આજે જંતર-મંતરે ખેડૂતોને મળવા પહોંચ્યા હતા . રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતા જંતર-મંતર પહોંચ્યા હતા અને ત્યાં ચાલી રહેલી કિસાન સંસદની મુલાકાત લીધી હતી.એકબાજુ દેશની સંસદ ચાલી રહી છે એવામાં કિસાનોએ કિસાનોએ સંસદ સત્ર ચાલે ત્યાં સુધી સમાંતર કિસાન સંસદનું આયોજન કર્યું છે. આ સંસદમાં ખેડૂતો પોતાના મુદ્દાઓ પર પ્રસ્તાવ લાવે છે અને તેની પર ચર્ચા કરે છે.
વિપક્ષના આ પ્રદર્શનમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ, માયાવતીની બીએસપી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પાર્ટી આપ સામેલ થઇ નથી. જંતર-મંતર પર વિપક્ષના આ પ્રદર્શનમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, સંજય રાઉત, મનોજ ઝા, ડીએમકેના ટી શિવા સહિત અન્ય નેતા સામેલ છે.
રાહુલ ગાંધી સહિત જંતર-મંતર પર વિપક્ષી પાર્ટીઓના નેતા કિસાનોના હકમાં અવાજ બુલંદ કરી રહ્યાં છે.તેઓ સરકારના કૃષિ વિરોધી કાયદાનો વિરોધ કરી રહ્યા છે.આ વિરોધમાં એમને વિપક્ષી પાર્ટીઓનો પણ ટેકો છે. વિપક્ષી પાર્ટીઓના આ પ્રદર્શનમાં કોંગ્રેસ, ટીએમકે, એનસીપી, શિવસેના, સમાજવાદી પાર્ટી, આરજેડી સહિત વામ દળોના નેતા સામેલ છે.
જંતર મંતર પહોંચતા પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિપક્ષી નેતાઓ સાથે કિસાનોના મુદ્દે બેઠક કરી હતી . કોંગ્રેસે કહ્યું હતું કે, દેશના લોકતંત્રને બચાવવા માટે વિપક્ષી પાર્ટીઓની એકજૂથતા જરૂરી છે. રાહુલ ગાંધીએ તમામ વિપક્ષી પાર્ટીઓના વરિષ્ઠ નેતાઓ સાથે કિસાન, બેરોજગારી જેવા મુદ્દે ચર્ચા કરી પણ હતી. ઉલ્લેખનીય છે કે ખેડૂતો દરરોજ સવારના 11 થી લઈને સાંજના 5 વાગ્યા સુધી જંતર મંતર ખાતે કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.