હિન્દુ શાષ્ટ્રમાં બાર જ્યોતિર્લિંગનું ઘણું મહત્વ છે તેમાથી પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મહાદેવ મંદિરનો આજે 70 મો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ છે. કોરોના મહામારીના સંજોગોમાં 70 માં સ્થાપના દિવસ નિમિત્તે મહાપૂજા દરમિયાન સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી કે આખું વિશ્વ કોરોનામુક્ત થાય. ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા ધ્વજાપૂજન કરવામાં આવ્યું હતું. વિશ્વકલ્યાણની સોમનાથજીને પ્રાર્થના કરી હતી. સોમનાથ મહાદેવની વિશેષ પૂજા અને ધ્વજારોહણ પણ સોશિયલ ડિસ્ટન્સ રાખી કરવામાં આવી હતી. સાંજે સોમનાથ મહાદેવ શૃંગારદર્શન અને દિપમાલા કરવામાં આવશે.