નવી દિલ્હીઃ જો તમારું ખાતું પોસ્ટ ઓફિસમાં છે તો આ સમાચાર તમારા માટે છે. આ સમાચાર વાંચીને તમે નારાજ થઈ શકો છો કારણ કે પહેલી એપ્રિલથી પોસ્ટ ઓફિસ કેટલોક ચાર્જ વસૂલવા જઈ રહી છે. 1 એપ્રિલ, 2021થી પોસ્ટ ઓફિસ ગ્રાહકો માટે કેટલાક નવા નિયમ લાગુ થઈ રહ્યા છે. મીડિયાના એક અહેવાલ મુજબ, India Post Payment Banksએ હવે ઉપાડ, જમા કરાવવા અને AEPS (આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ) પર ચાર્જ લેવાનો નિર્ણય કર્યો છે. એટલે કે આપને નાણા જમા કરાવવા અને ઉપાડવા માટે પણ ચાર્જ આપવો પડશે.
જો આપનું બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ છે તો આપને ચાર વાર નાણા ઉપાડવા પર કોઈ ચાર્જ નહીં આપવો પડે, પરંતુ તેનાથી વધુ ટ્રાન્ઝેક્શન માટે આપને 25 રૂપિયા કે 0.5 ટકા ચાર્જ આપવો પડશે. બીજી તરફ, નાણા જમા કરાવવા માટે કોઈ પણ ચાર્જ નહીં લાગે.
જો આપનું સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ છે તો તમે દર મહિને 25 હજાર રૂપિયા સુધી ઉપાડી શકે છે. તેનાથી વધુ ઉપાડવા પર આપને 25 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. બીજી તરફ, 10 હજાર રૂપિયા સુધીની કેશ ડિપોઝિટ કરે છે, તો કોઈ ચાર્જ નહીં લાગે. પરંતુ તેનાથી વધુ જમા કરાવવા પર દરેક જમા પર ઓછામાં ઓછા 25 રૂપિયા ચાર્જ લાગશે.
આઇપીપીબી નેટવર્ક પર સસીમિત મુફત લેવડદેવડ થાય છે, પરંતુ નોન-આઇપીપીબી માટે માત્ર ત્રણ વાર જ મફત લેવડદેવડ કરવામાં આવી શકે છે. આ નિયમ મિની સ્ટેટમેન્, કેશ ઉપાડવા અને કેશ જમા કરાવવા માટે છે. AePSમાં ફ્રી લિમિટ ખતમ થયા બાદ દરેક ટ્રાન્ઝેક્શન પર એક ચાર્જ આપવો પડશે. સીમા સમાપ્ત થયા બાદ કોઈ પણ જમા રકમ પર 20 રૂપિયા ચાર્જ લાગશે.
આ ઉપરાંત ગ્રાહક જો મિની સ્ટેટમેન્ટ કાઢવા માંગે છે તો તેના માટે પણ આપને 5 રૂપિયા ચાર્જ આપવો પડશે. જો તમે મર્યાદા ખતમ થયા બાદ નાણાની લેવડદેવડ કરો છો તો લેવડદેવડની રકમનો 1 ટકા ચાર્જ આપના ખાતામાંથી કાપી લેવામાં આવશે. જોકે મિનિમમ 1 રૂપિયો અને મહત્તમ 25 રૂપિયા છે. નોંધનીય છે કે આ ચાર્જિસ પર જીએસટી અને સેસ પણ લાગશે.
આ ઉપરાંત, ઈન્ડિયા પોસ્ટે ઘોષણા કરી છે કે પોસ્ટ ઓફિસ જીડીએસ (ગ્રામીણ ડાક સેવા) શાખાઓમાં ઉપાડની મર્યાદાને વધારવા અને હવે તે સીમા 5000 રૂપિયાથી વધારીને 20000 રૂપિયા પ્રતિ ગ્રાહક કરી દેવામાં આવી છે. આ પગલાનો ઉદ્દેશ્ય સમયની સાથે પોસ્ટ ઓફિસની જમા રકમ વધારવાની છે. પોસ્ટ ઓફિસમાં બચત ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયા હોવા જોઈએ અને તેનાથી ઓછી રકમ થતાં 100 રૂપિયા ચાર્જ કાપવામાં આવશે. એકાઉન્ટમાં પૈસા નહીં હોય તો તેને ટર્મિનેટ કરવામાં આવશે.