નવી દિલ્હીઃ સરકારી તેલ કંપનીઓએ ફરીથી બળતણના ભાવમાં વધારો કર્યો છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાથી પણ ઉપર પહોંચી ગયા છે. ઈન્ડિયન ઓઇલના જણાવ્યા અનુસાર, આજે પેટ્રોલના ભાવમાં 15થી 17 પૈસા અને ડીઝલના ભાવમાં 25-29 પૈસા પ્રતિ લિટર વધારો થયો છે. આ વધારા પછી રાજધાનીમાં 1 લિટર પેટ્રોલની કિંમત 93.21 રૂપિયા અને ડીઝલની કિંમત 84.07 રૂપિયા પર પહોંચી ગઈ છે.
છેલ્લા 12 દિવસમાં, અત્યાર સુધીમાં, પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 2.69 નો વધારો જોવા મળ્યો છે. જો આપણે ડીઝલની વાત કરીએ, તો આ સમયગાળા દરમિયાન, ડીઝલની કિંમત 12 દિવસમાં 3.07 રૂપિયા વધી ગઈ છે.
દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ
-દિલ્હી- પેટ્રોલ 93.21 રૂપિયા અને ડીઝલ 84.07 રૂપિયા પ્રતિ લીટર
-મુંબઈ- પેટ્રોલ 99.49 રૂપિયા અને ડીઝલ 91.30 રૂપિયા પ્રતિ લીટર
– ચેન્નઈ- પેટ્રોલ 94.86 રૂપિયા અને ડીઝલ 88.87 રૂપિયા પ્રતિ લીટર
– કોલકાતા- પેટ્રોલ 93.27 રૂપિયા અને ડીઝલ 86.91 રૂપિયા પ્રતિ લીટર
કેવી રીતે જાણશો તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવ?
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.