નવી દિલ્હી : પેરા ઓલિમ્પિક ગેમ્સ 24 ઓગસ્ટથી ટોક્યોમાં શરૂ થવા જઈ રહી છે. 5 સપ્ટેમ્બર સુધી ચાલનાર આ રમતોમાં ભારતમાંથી 54 પેરા-એથ્લેટ 9 અલગ-અલગ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં ભાગ લેશે. ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા જઈ રહી છે. ભારત 27 ઓગસ્ટના રોજ પેરાલિમ્પિક્સમાં પોતાનું અભિયાન તીરંદાજીની ઇવેન્ટથી શરૂ કરશે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં સમાપ્ત થયેલ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને એક ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા હતા. હવે દેશને પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતીય પેરા-એથ્લેટ્સ પાસેથી મેડલ જીતવાની આશા છે. ચાલો જાણીએ કે આ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું શેડ્યૂલ શું હશે.
ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સ માટે ભારતનું શેડ્યૂલ
25 ઓગસ્ટ
ટેબલ ટેનિસ, વ્યક્તિગત C3 ઇવેન્ટ: સોનલબેન મધુભાઇ પટેલ
ટેબલ ટેનિસ, વ્યક્તિગત C4 ઇવેન્ટ: ભાવિના હસમુખભાઇ પટેલ
27 ઓગસ્ટ
તીરંદાજી, પુરુષોની વ્યક્તિગત રિકવરી ઇવેન્ટ: હરવિંદર સિંહ, વિવેક ચિંકારા
તીરંદાજી, પુરુષોની વ્યક્તિગત કંપાઉન્ડ ઇવેન્ટ : રાકેશ કુમાર, શ્યામ સુંદર સ્વામી
તીરંદાજી, મહિલાઓની વ્યક્તિગત કંપાઉન્ડ ઇવેન્ટ: જ્યોતિ બાલિયાન
તીરંદાજી, મિશ્ર ટીમ કમ્પાઉન્ડ ઇવેન્ટ: જ્યોતિ બાલિયાન
પાવરલિફ્ટિંગ, પુરુષોની 65 કિગ્રા ઇવેન્ટ: જયદીપ દેશવાલ
પાવરલિફ્ટિંગ, મહિલાઓની 50 કિગ્રા ઇવેન્ટ: સકીના ખાતૂન
સ્વિમિંગ, 200 મીટર વ્યક્તિગત મેડલ SM7: સુયશ જાધવ
28 ઓગસ્ટ
એથ્લેટિક્સ, મેન્સ જેવેલિન થ્રો F57 ઇવેન્ટ: રણજીત ભાટી
29 ઓગસ્ટ
એથ્લેટિક્સ, મેન્સ ડિસ્કસ થ્રો એફ 52: વિનોદ કુમાર
એથ્લેટિક્સ, મેન્સ હાઇ જમ્પ T47 ઇવેન્ટ: નિષાદ કુમાર, રામ પાલ
30 ઓગસ્ટ
એથ્લેટિક્સ, મેન્સ ડિસ્કસ થ્રો એફ 56: યોગેશ કથુનિયા
એથ્લેટિક્સ, મેન્સ જેવેલિન થ્રો F46: સુંદર સિંહ ગુર્જર, અજીત સિંહ, દેવેન્દ્ર ઝાઝારિયા
એથ્લેટિક્સ, મેન્સ જેવેલિન થ્રો એફ 64: સુમિત એન્ટિલ, સંદીપ ચૌધરી
શૂટિંગ, 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1, મેન્સ રાઉન્ડ વન ઇવેન્ટ: સ્વરૂપ મહાવીર ઉનાલકર, દીપક સૈની
શૂટિંગ, 10 મીટર એર રાઇફલ SH1, મહિલા રાઉન્ડ 2: અવની લેખરા
31 ઓગસ્ટ
એથ્લેટિક્સ, મેન્સ હાઇ જમ્પ T63 ઇવેન્ટ: શરદ કુમાર, મરિયપ્પન થંગાવેલુ, વરુણ સિંહ ભાટી
એથ્લેટિક્સ, મહિલાઓની 100 મીટર દોડ: સિમરન
એથ્લેટિક્સ, મહિલા શોટ પુટ F34 ઇવેન્ટ: ભાગ્યશ્રી માધવરાવ જાધવ
શૂટિંગ, 10 મીટર એર પિસ્તોલ SH1, મેન્સ P1 ઇવેન્ટ: મનીષ નરવાલ, દીપેન્દ્ર સિંહ, સિંહરાજ
શૂટિંગ, 10 મીટર એર પિસ્તોલ SH1, મહિલા P2 ઇવેન્ટ: રૂબીના ફ્રાન્સિસ
1 સપ્ટેમ્બર
એથ્લેટિક્સ, મેન્સ ક્લબ થ્રો એફ 51 ઇવેન્ટ: ધરમબીર નૈન, અમિત કુમાર સરોહા
બેડમિન્ટન, મેન્સ સિંગલ્સ SL3: પ્રમોદ ભગત, મનોજ સરકાર
બેડમિન્ટન, મહિલા સિંગલ્સ SU5: પલક કોહલી
બેડમિન્ટન, મિક્સ્ડ ડબલ્સ SL3-SU5: પ્રમોદ ભગત અને પલક કોહલી
2 સપ્ટેમ્બર
એથ્લેટિક્સ, મેન્સ શોટ પુટ F35 ઇવેન્ટ: અરવિંદ મલિક
બેડમિન્ટન, મેન્સ સિંગલ્સ SL4: સુહાસ લલિનાકેરે, યથીરાજ, તરુણ ઢીલ્લોન
બેડમિન્ટન, મેન્સ સિંગલ્સ SS6: કૃષ્ણ નગર
બેડમિન્ટન, મહિલા સિંગલ્સ SL4: પારુલ પરમાર
બેડમિન્ટન, મહિલા ડબલ્સ SL3-SU5: પારૂલ પરમાર અને પલક કોહલી
પેરા-કેનોઇંગ, મહિલા VL2 ઇવેન્ટ: પ્રાચી યાદવ
તાઈકવાન્ડો, મહિલા K44-49 કિગ્રા ઇવેન્ટ: અરુણા તંવર
શૂટિંગ, 25 મીટર પિસ્તોલ SH1, મિશ્ર P3 ઇવેન્ટ: આકાશ અને રાહુલ જાખડ
3 સપ્ટેમ્બર
એથ્લેટિક્સ, મેન્સ હાઇ જમ્પ T64 ઇવેન્ટ: પ્રવીણ કુમાર
એથ્લેટિક્સ, મેન્સ જેવેલિન થ્રો F54: ટેક ચંદ
એથલેટિક્સ, મેન્સ શોટ F57: સોનમ રાણા
એથ્લેટિક્સ, વિમેન્સ ક્લબ થ્રો એફ 51 ઇવેન્ટ: એકતા ભયાન, કશિશ લાકરા
સ્વિમિંગ, 50 મીટર બટરફ્લાય એસ 7: સુયશ જાધવ, નિરંજન મકુન્દન
શૂટિંગ, 50 મીટર રાઇફલ 3 પોઝિશન SH1, મેન્સ ઇવેન્ટ: દીપક સૈની
શૂટિંગ, 50 મીટર રાઇફલ 3 પોઝિશન SH1, મહિલા ઇવેન્ટ: અવની લેખરા
4 સપ્ટેમ્બર
એથ્લેટિક્સ, મેન્સ જેવેલિન થ્રો એફ 41 ઇવેન્ટ: નવદીપ સિંહ
શૂટિંગ, 10 મીટર એર રાઇફલ પ્રોન, મિશ્ર R3: દીપક સૈની, સિદ્ધાર્થ બાબુ, અવની લેખરા
શૂટિંગ, 50 મીટર પિસ્તોલ SH1, મિશ્ર P4 ઇવેન્ટ: આકાશ, મનીષ નરવાલ, સિંહરાજ
5 સપ્ટેમ્બર
શૂટિંગ, 50 મીટર રાઇફલ પ્રોન SH1, મિશ્ર R6 ઇવેન્ટ: દીપક સૈની, અવની લેખરા, સિદ્ધાર્થ બાબુ