નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝલની માંઘવારીથી પીડિત આમ આદમીને આજે રાહત મળી છે. દેશની પ્રમુખ તેલ ઉત્પાદન કંપનીઓએ બુધવારે 23 જૂને ઓઈલ કંપનીઓમાં કોઈ પણ વધારો કર્યો નથી. આ પ્રકારે પેટ્રોલ-ડીઝલ આજે પણ મંગળવારના ભાવે મળી રહ્યા છે. બુધવારે સવારે રજૂ કરેલા ભાવ અનુસાર દિલ્હીમાં બજારમાં પેટ્રોલની કિંમતો 97.50 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલનો ભાવ 88.23 રૂપિયા પ્રતિ લિટર છે.
ઓઈલ કકંપનીઓએ 22 જૂનને પેટ્રોલ ડીઝલની કિંમતોના ભાવમાં વધારો થયો હતો. એટલે કે 22 જૂનના દિવસે પેટ્રોલના ભાવમાં 28 પૈસા પ્રતિ લિટર વધાર્યો હતો. જ્યારે ડીઝલના ભાવમાં 26 પૈસાનો વધારો કર્યો હતો. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતો માં હળવો ઘટાડો જોવા મળ્યો છે.
આ શહેરોમાં 100 રૂપિયાને પાર છે પેટ્રોલ
દેશના કેટલાક શહેરમાં પેટ્રોલ 100 રૂપિયાથી ઉપર નીકળ્યું છે જેમાં રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 108.67 રૂપિયા અને ડીઝલ 101.40 રૂપિયા પ્રતિ લીટર, મધ્ય પ્રદેશના અનૂપ શહેરમાં પેટ્રોલ 108.30 રૂપિયા અને ડીઝલ 99.31 રૂપિયા પ્રતિ લીટર, મહારાષ્ટ્રના પરભનીમાં પેટ્રોલ 104.73 રૂપિયા અને ડીઝલ 95.31 રૂપિયા પ્રતિ લીટર, ભોપાલમાં પેટ્રોલ 105.72 રૂપિયા અને ડીઝલ 96.93 રૂપિયા પ્રતિ લીટર, બેંગલુરુમાં પેટ્રોલ 100.76 રૂપિયા અને ડીઝલ 93.54 રૂપિયા પ્રતિ લીટર થયો છે.
તમારા શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ આવી રીતે ચેક કરો
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.