પેન્શન ફંડ રેગ્યુલેટર PFRDA ની બે પેન્શન સ્કીમ છે, જેમાં એક છે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અને બીજી અટલ પેન્શન યોજના, જેને લઈને હાલમાં સારા સમાચાર આવ્યા છે. હવે સ્કીમ સાથે જોડાયેલા સબસ્ક્રાઈબર્સ પણ UPI દ્વારા પોતાનું યોગદાન આપી શકશે. આ સિવાય પેન્શન ફંડ રેગ્યુલેટરે કહ્યું કે સવારે 9.30 વાગ્યા પહેલા મળેલા યોગદાનને તે જ દિવસે કરવામાં આવેલા રોકાણ તરીકે ગણવામાં આવશે જ્યારે તે સમય પછી મળેલી રકમને બીજા દિવસના રોકાણ માટે ગણવામાં આવશે.અત્યાર સુધી સબ્સક્રાઈબર પોતાનું સ્વૈચ્છિત અંશદાનને આઈએમપીએસ/એનઈએફટી/આરટીજીએસનો ઉપયોગ કરીને નેટબેંકીંગ ખાતા દ્વારા સીધુ મોકલી શકતા હતા, પણ હવે તેનો દાયરો વધારી દેવામાં આવ્યો છે.
સ્કીમ વિશે વધુ વિગત: આપને જણાવી દઈએ કે NPS સ્કીમ સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે ચલાવવામાં આવે છે. 2004 થી અમલમાં આવેલ આ યોજના કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફરજિયાત કરવામાં આવી છે. આ ફક્ત તે જ કર્મચારીઓને લાગુ પડશે જેઓ 1લી જાન્યુઆરી 2004થી સેવામાં જોડાયા છે. મે 2009 માં, તે સ્વૈચ્છિક ધોરણે ખાનગી અને અસંગઠિત ક્ષેત્રોના લોકો માટે પણ તેને અમલમાં લાવવામાં આવી છે.
આની સાથે જ અટલ પેન્શન યોજના અથવા APY અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે છે. આ યોજનાના સબ્સ્ક્રાઇબર્સને તેમના યોગદાનના આધારે 60 વર્ષની ઉંમર પાર કર્યા પછી ગેરંટી સાથે માસિક રૂ. 1,000 થી રૂ. 5,000 સુધીનું પેન્શન મેળવી શકે છે, આ બંને યોજનાઓ સાથે કરોડો લોકો જોડાયેલા છે.આવી રીતે કરો યુપીઆઈ દ્વારા પેમેન્ટ
UPI દ્વારા NPS પેમેન્ટ કરવા માટે સૌથી પહેલા NPS ની વેબસાઈટ પર ક્લિક કરો
પછી આગળ તમે PAN નંબર દાખલ કરો
આગળ તમે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ પર ઓટીપી આવશે, જેને તમારે અહીં દાખલ કરવા પડશે
પચી NPS ટિયર – 1 અથવા 2માંથી કોઈ એક ઓપ્શનની પસંદગી કરવાની રહેશે
વર્ચ્યુઅલ એકાઉન્ટ (VA) ની પસંદગી કરો
તેના પછી તમને બેંક એપ્લીકેશન મોકલવામાં આવશે અને પછી તમારે એક્નોલેજમેન્ટ નંબર મળશે
આગળ UPI પેમેન્ટ ઓપ્શનની પસંદગી કરો
પછી તમારું વર્ચ્યુઅલ એકાઉન્ટ નંબર અને UPI નંબર દાખલ કરો
તેના પછી યુપીઆઈનું પિન નાખી પેમેન્ટ કરો
તેના પછી NPS પેમેન્ટ પૂર્ણ થઈ જશે