દર વર્ષે શ્રાદ્ધ પક્ષની અમાસ બાદ નવરાત્રિ શરૂ થઈ જાય છે, પરંતુ આ વર્ષે આમ નહીં થાય. 17 સપ્ટેમ્બરે સર્વપિતૃ મોક્ષ અમાસ છે. ત્યારબાદ 18 સપ્ટેમ્બરથી અધિક માસ શરૂ થશે અને તે 16 ઓક્ટોબર સુધી રહેશે. આ માસમાં કોઈ મોટો તહેવાર નહીં હોય. 17 ઓક્ટોબરે કુંભ સ્થાપના સાથે નવરાત્રિની શરૂઆત થશે. 19 વર્ષ બાદ આસો માસમાં અધિક માસ રહેશે. આ પહેલાં વર્ષ 2001માં આવો સંજોગ થયો હતો. 17 થી 25 ઓક્ટોબર સુધી નવરાત્રિ, 26 ઓક્ટોબરે દશેરા અને 14 નવેમ્બરે દિવાળી ઉજવવામાં આવશે. શ્રાદ્ધ પક્ષ બાદ અધિક માસમાં કોઈ પણ તહેવાર નહીં યોજાય. આ મહિનામાં ચોથ (20 સપ્ટેમ્બર અને 5 ઓક્ટોબર), એકાદશી (27 સપ્ટેમ્બર અને 13 ઓક્ટોબર), પૂનમ (1 ઓક્ટોબર) અને અમાસ (16 ઓક્ટોબર) વિશેષ તિથિ રહેશે.
ક્યારે અને કેમ અધિક માસ આવે છે?
એક સૂર્ય વર્ષ 365 દિવસ અને આશરે 6 કલાકનું હોય છે. આ અંતર 3 વર્ષમાં આશરે 1 મહિના બરાબર થાય છે. આ અંતર દૂર કરવા માટે દરેક 3 વર્ષમાં એક ચંદ્ર માસ અધિક આવે છે, તેને અધિક માસ કહેવાય છે.
અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે
અધિક માસને મલમાસ અર્થાત મલિન માસ માનવામાં આવ્યો છે, તેથી કોઈ પણ દેવતા આ માસના સ્વામી બનવા નહોતા ઇચ્છતા. ત્યારે મલમાસે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. પ્રાર્થના સાંભળી વિષ્ણુએ તેમનું જેષ્ઠ નામ પુરષોત્તમ આ માસને આપ્યું. આ કારણથી જ અધિક માસને પુરુષોત્તમ માસ કહેવાય છે. આ માસમાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવાની પરંપરા છે.