રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરૂવારે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસે અહીં રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં યોજાયેલા રાષ્ટ્રીય રમત પુરસ્કાર વિતરણ સમારોહમાં રિયો પેરાલિમ્પિક્સ 2016માં મેડલ જીતનાર ભારતીય મહિલા પેરા એથ્લેટ દીપા મલિકને દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરી હતી. ખેલ રત્ન એવોર્ડ માટે રેસલર બજરંગ પુનિયાની પણ પસંદગી થઇ હતી પરંતુ વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારી માટે વિદેશ હોવાથી તે આ સમારોહમાં હાજરી આપી શક્યો નહોતો.
રાષ્ટ્રપતિએ આ ઉપરાંત શટલર બી સાઇ પ્રણીત, એથ્લેટ સ્વપ્ના બર્મન, બોક્સર સોનિયા લાઠેર, ક્રિકેટર પૂનમ યાદવ, રેસલર પૂજા ઢાંડા સહિત કુલ 15 ખેલાડી અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા હતા અને સાઇના નેહવાલ અને લક્ષ્ય સેન જેવા શટલરને કોંચિગ આપનારા બિમલ કુમાર સહિત 5 કોચને દ્રોણાચાર્ય એવોર્ડથી જ્યારે મેનુઅલ હોકી કોચ ફ્રેડરિક, ટેબલ ટેનિસ કોચ અરુપ બસાક, રેસલિંગ કોચ મનોજ કુમાર, ટેનિસ કોચ નિતેન કિર્તિને તેમજ આર્ચરી કોચ લાલરેમસાનગાને ધ્યાનચંદ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત થનાર ખેલાડીને 7.5 લાખ રૂપિયા અને સન્માનપત્ર તેમજ અર્જુન એવોર્ડીને 5 લાખ રૂપિયા અને સન્માનપત્ર એનાયત થાય છે.
અર્જુન એવોર્ડ મેળવનારા ખેલાડીઓની યાદી
હરમીત દેસાઇ (ટેબલટેનિસ), સ્વપ્ના બર્મન (હેપ્ટાથ્લોન), બી સાઇ પ્રણીત (બેડમિન્ટન), સિમરન સિંહ શેરગીલ (પોલો), પૂનમ યાદવ (ક્રિકેટર), ગુરપ્રીત સિંહ સંધુ (ફૂટબોલ), પ્રમોદ ભગત (પેરા બેડમિન્ટન), પૂજા ઢાંડા (રેસલિંગ), ફઆદ મિર્ઝા (ઘોડેસવારી), ગોરવ ગીલ (મોટર સ્પોર્ટસ), અજય ઠાકુર (કબડ્ડી), ચિંગલેનસના સિંહ (હોકી), સોનિયા લાઠેર (બોક્સિંગ(, એસ ભાસ્કરન (બોડી બિલ્ડીંગ) અને મહંમદ અનસ (એથ્લેટિક્સ).
દ્રોણાચાર્ય એવોર્ડ : વિમલ કુમાર (બેડમિન્ટન), સંદીપ ગુપ્તા (ટેબલ ટેનિસ) : દ્રોણાચાર્ય લાઇફ ટાઇમ એવોર્ડ : મેર્જબાન પટેલ (હોકી) રામબીર સિંહ (કબડ્ડી) સંજય ભારદ્વાજ (ક્રિકેટ) : ધ્યાનચંદ એવોર્ડ : મેન્યુઅલ ફ્રેડરિક (હોકી) અરુપ બસાક (ટેબલ ટેનિસ) મનોજ કુમાર (રેસલિંગ) નિતિન કિર્તિને (લોન ટેનિસ) સી લાલરેમસાંગા (આર્ચરી)