યુએસ ઓપનની ફાઇનલમાં દાનિલ મેદવેદેવ સામે રમવા ઉતર્યો ત્યારે સ્પેનિશ સ્ટાર રફેલ નડાલે જે ઘડિયાળ પહેરી હતી, તે તેની લકી ઘડિયાળ છે અને તેની કિમંત 725000 ડોલર મતલબ કે અંદાજે 5 કરોડ રૂપિયા છે. આટલી મોંધી હોવાને કારણે આ ઘડિયાળની ખાસિયત પણ વિશિષ્ટ છે.
આ ઘડિયાળ રિચર્ડ મિલ કંપની દ્વારા બનાવાયેલી ચુનંદા ઘડિયાળોમાંથી એક છે. કંપનીએ માત્ર 50 ઘડિયાળ જ બનાવી છે અને તે ઘણાં ઓછા લોકો પાસે છે. રિચર્ડ મિલ કંપનીએ નડાલ સાથે 2010માં કરાર કર્યો હતો અને ત્યારથી તેઓ નડાલ માટે અત્યંત મોંઘી અને આધુનિક ઘડિયાળો બનાવે છે. કંપનીએ આ ઘડિયાળ 2017માં ખાસ નડાલ માટે તૈયાર કરી હતી. તેણે આ જ ઘડિયાળ પહેરીને 2017માં પણ યુએસ ઓપન ટાઇટલ જીત્યું હતું. કંપનીએ તેની ડિઝાઇનમાં સ્પેનના રાષ્ટ્રધ્વજને વણી લીધો છે.
આ ઘડિયાળ 10000 જી શોક મતલબ કે ગ્રેવિટેશનલ ફોર્સ સહી શકે છે. પાણીમાં ઉંડે સુધી તે કામ કરી શકે છે તેમાં ટિટાનિયમ, એલ્યુમિનિયમ, વનેડિયમ જેવી ધાતુઓનો ઉપયોગ કરાયો છે અને તેમાં સિલીકોનથી બનાવાયેલી ક્વાર્ટઝ ટીપી જેવી ધાતુને 120 ડિગ્રી તામપાનમાં પિગાળીને ઉપયોગમાં લેવાઇ છે.