દરેક વ્યક્તિ ઘરમાં સુખ શાંતિ ઈચ્છે છે. તેની ઈચ્છા હોય છે કે ઘરમાં પૂરતા પ્રમાણમાં પૈસા હોય. એનાથી વધુ ઘરની દરેક જરૂરિયાતો પણ સારી રીતે પૂરી થઈ શકે પરંતુ ઘણી વખત ખૂબ મહેનત કરવા છતાં પણ તેનું સારું ફળ મળતું નથી. મહેનત કરીને માણસ થાકી જાય છે તો પણ પૈસાની બચત થઈ શકતી નથી. આની પાછળ વાસ્તુદોષ પણ હોઈ શકે છે.
વાસ્તુદોષને દૂર કરવા માટે અમુક ઉપાયો કરી શકાય છે. વાસ્તુ બહુ જ પ્રાચીન શાસ્ત્ર છે. વાસ્તુમાં અમુક નિયમો બતાવાયા છે. જો તમે તમારા ઘરમાં દરેક વસ્તુ વાસ્તુના નિયમ પ્રમાણે રાખો તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે. તેના સિવાય તમે અમુક ઉપાયો કરીને પણ વાસ્તુદોષોને દૂર કરી શકો છો.
વાસ્તુદોષને દૂર કરવા માટે કપૂર બહુ જ ઉપયોગી હોય છે. આના માટે ઘરના રૂમના ખૂણામાં કપૂરની બે ગોળીઓ મૂકો. જ્યારે આ ગોળીઓ ઓગળી જાય ત્યારે એની જગ્યા ઉપર બીજી ગોળીઓ મૂકી દો. આવું કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ બની રહે છે. આના સિવાય તમે સવારે અને સાંજે પૂજાના સમયે કપૂરને ઘીમાં બોળીને તેને સળગાવો.
કપૂરની ખુશ્બુને આખા ઘરમાં ફેલાવો. આવું કરવાથી તમારા ઘરની નેગેટિવિટી દૂર થશે. તમારા ઘરની નાની મોટી સમસ્યાઓ પણ આનાથી દૂર થશે. જો તમે તમારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ ઇચ્છતા હોવ તો આ ઉપાયોને જરૂરથી કરો. દોસ્તો, જો તમને અમારી આ જાણકારી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો અને શેર જરૂર કરો.