મોરબી: રેતીની ખનીજ ચોરી માટે પ્રખ્યાત એવા હળવદના મયુરનગર અને ધનાળામાં રેતમાફિયાઓ પાસેથી ખાણ ખનીજ વિભાગે પકડેલી રેતીની આજે જાહેર હરરાજી યોજવામાં આવતા રેત માફિયાઓના ખૌફને કારણે એક પણ ખરીદદાર ફરકયો ન હતો, અને એથી પણ આગળ ખાન ખનીજ વિભાગે પકડેલા આ જથ્થામાંથી પણ રેતી ચોરાતી હોવાની ચોકાવનારી વિગતો આજે પ્રકાશમાં આવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મયુરનગર અને ધનાળા ગામે મોરબી ખાણખનીજ વીભાગ દ્વારા દસ દિવસ આગાઉ દરોડા પાડી રેતીનો મોટો જથ્થો સીઝ કર્યા હતો જેની આજે હરરાજી કરવામાં આવતા કોઈ જ ખરીદદાર રેતીની હરરાજીમાં ફરક્યું ન હતી જેની પાછળનું કારણ માથાભારે રેત માફિયા હોવાનું મનાઇ રહ્યું છે.
વધુમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા હળવદના ધનાળા ગામમાં ૩૭,૩૬૧ મે.ટન જયારે મયુરનગર ગામનાં વિવિધ સર્વે નંબરમા ૨,૭૯,૧૭૨ મે.ટન રેતી નો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો જેની આજે જાહેર હરરાજી રાખવામાં આવી હતી પરંતુ માથાભારે રેત માફીયાઓને ડરથી કોઈપણ વ્યક્તિ એ રેતી લેવાની હિમંત દર્શાવી ન હતી.
આ મામલે હલતુર્ત મોરબી ખાણખનીજ વીભાગ દ્વારા ગામના તલાટી અને સરપંચ ની હાજરીમાં રોજ કામ કરી રીપોર્ટ કલેક્ટર ને મોકલી આપ્યો છે જો કે આજની ઘટના પરથી સવાલ એ ઉઠે છે કે હળવદ પંથકમાં ખાણખનીજ વિભાગ અને પોલીસ તંત્રથી પણ રેતમાફિયાઓનો હોલ્ટ વધ્યો છે !!